તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • From Today, Banks Will Be Closed For Three Consecutive Days, For The First Time In Gujarat, 2190 New Cases In One Day, 745 In Surat And 604 In Ahmedabad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:આજથી સતત ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે, ગુજરાતમાં પહેલીવાર એક દિવસમાં 2190 નવા કેસ, સુરતમાં 745 અને અમદાવાદમાં 604 કેસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર!

અમદાવાદ-રાજકોટ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી શકે છે. હોળી-ધુળેટી પર ભક્તોની ભીડ વધવાની ભીતિને પગલે વીરપુરનું સુપ્રસિધ્ધ જલારામ મંદિર તારીખ આજથી 30 માર્ચ સુધી બંધ રહેશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,008.50+568.38
ડોલરરૂ.72.51-0.11
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ46,500-100

આ 4 ઘટના પર રહેશે નજર
1) આજથી સતત ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે, 30 માર્ચે બેંકિંગ કામકાજ થશે.
2) અમદાવાદ-રાજકોટ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી શકે છે.
3) હોળી-ધુળેટી પર ભક્તોની ભીડ વધવાની ભીતિને પગલે વીરપુરનું સુપ્રસિધ્ધ જલારામ મંદિર તારીખ આજથી 30 માર્ચ સુધી બંધ રહેશે.
4) જેતલસર સગીરા હત્યા કેસમાં આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) આ તો હદ થઈ! ગુજરાતમાં પહેલીવાર એક દિવસમાં 2190 નવા કેસ, સુરતમાં 745 અને અમદાવાદમાં 604 કેસ
રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2190 નવા કેસ નોઁધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થયો છે. જેમાં સુરતમાં 745 અને અમદાવાદમાં 604 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,479 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) માતા-પુત્ર સાથે કોરોના પોઝિટિવ આવ્યા: ચાર જ દિવસમાં જુવાનજોધ દિકરાનું મોત, 3 વર્ષની બાળકીએ પિતાની છત્ર છાયા ગુમાવી
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા માતા અને પુત્રને એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેમાં 30 વર્ષિય યુવકનું મોત નિપજતાં હસતાં રમતાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જેના કારણે આજે તેની ત્રણ વર્ષની દીકરી પિતાની છત્ર છાયા ગુમાવી છે અને પત્ની તેમજ માતા નિરાધાર થઈ ગયા છે. ઘરમાં કમાવવા વાળો એકમાત્ર વ્યક્તિનો જીવ જતાં પરિવાર ખુબ જ આઘાતમાં સરી પડ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટમાં એકસાથે આખા પરિવારોને ચેપ લાગવા લાગ્યો, 30 જેટલા ફેમિલિને પોઝિટિવ કર્યાં
રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. હવે કોરોના આખે આખા પરિવારને ચેપ લગાડી રહ્યો છે. ચાલુ મહિનામાં જ 30 પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) પતિ ઘરે આવ્યો તો મિત્રને જોઈ પત્ની સાથે આડાસંબંધની શંકા રાખી હત્યા કરી, પતિની ધરપકડ
સુરત શહેરમાં પત્ની સાથે આડા સબંધ હોવાના વહેમમાં પતિએ મિત્રને પોતાના ઘરમાં જ ચપ્પુ મારી પતાવી દીધો હતો. કતારગામમાં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં યુવકે ઘરમાં તેની ગેરહાજરીમાં મિત્ર હાર્દિક ત્રિવેદીને જોયો હતો. જેથી મિત્રના તેની પત્ની સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મિત્રને ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. ત્યારબાદ પોલીસે પતિની ધરપકડ કરી છે અને પત્નીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગતા અટકાયત કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરામાં 4 મિત્રોએ મળીને કાફે સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, ખાઈ શકાય તેવા બિસ્કિટ કપમાં ચા વેચાય છે, મહિને 50 હજારની કમાણી કરે છે
વડોદરાના ચાર યુવકોએ ભેગા મળીને ચા વેચવાના કાફેનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. પોતાના કાફેમાં ચા નાસ્તો કરવા આવનાર માટે ઈન્ડોર રમતના સાધનોથી લઈને બેઠક વ્યવસ્થા પણ અલગ રીતે કરી છે. સાથે જ ચા પ્લાસ્કિટ, કાચ કે પેપરના કપમાં આપવાની જગ્યાએ ખાઈ શકાય તેવા બિસ્કિટ કપમાં આપવામાં આવી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો