તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખૂલશે, રાજ્યમાં કોરોના કાબૂમાં, 80 દિવસ બાદ પહેલીવાર 1120 નવા દર્દી નોંધાયા, 16નાં મોત

10 દિવસ પહેલા

નમસ્કાર!
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો-કોન્ફરન્સ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો આરંભ કરાવશે. અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,100-132.38
ડોલરરૂ.73.000.08

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,300-300

આ 3 ઘટના પર રહેશે નજર
1) આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખૂલશે, તમામ વિભાગોના અધિકારીઓ પેન્ડિંગ કામોનો નિકાલ કરવા લાગશે.
2) વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો-કોન્ફરન્સ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો આરંભ કરાવશે.
3) અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં કોરોના કાબૂમાં, 80 દિવસ બાદ પહેલીવાર 1120 નવા દર્દી નોંધાયા, બે મહિના બાદ મૃત્યુઆંક પણ 17થી નીચે

રાજ્યમાં કોરોનાના 17 માર્ચ બાદ 80 દિવસ પછી પહેલીવાર 1122 આસપાસ નવા કેસ નોધાયા છે. 24 કલાકમાં કોરોનાના 1120 નવા કેસ નોંધાયા છે તેમજ 16 દર્દીનાં મોત થયાં છે, જોકે 3 જૂન કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ છે અને 3 હજાર 398 દર્દી સાજા થયા છે, જ્યારે 16નાં મોત થયાં છે. હાલ રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.07 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગોંડલમાં મા-બાપ વગરની 12 વર્ષની સગીરા સાથે સો.મીડિયામાં સંપર્ક કર્યો, 3 શખસે અપહરણ કર્યું, એકે દુષ્કર્મ આચર્યું
સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખસે અન્ય બે શખસની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો. અહીં એકે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ છે. દુષ્કર્મ આચરનાર શખસના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે શરૂ થશે
રાજ્ય સરકારની બધી કચેરીઓ આજથી, એટલે કે 5 જૂનથી કાર્યરત થઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભરૂચના તબીબે દેડિયાપાડાના વૃદ્ધને શરીરમાં નારિયેળ સાઇઝના પથરામાંથી છુટકારો અપાવી નવજીવન આપ્યું
ભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો 640 ગ્રામના એટલે કે અડધા કિલોથી વધુના વજનના પથરાથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) કરજણના પ્રગતિશીલ ખેડૂતે બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો 2023થી દર વર્ષે સવા કરોડની કમાણી કરશે
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા કરોડની કમાણી કરશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...