તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિસેમ્બર 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ધોળકા બેઠક પરથી શિક્ષણ અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડસામા ચૂંટણી લડી રહ્યાં હતા અને આ બેઠક ઘણી જ રસપ્રદ હતી. આ બેઠક ભાજપના હાથમાં જાય તે સ્થિતિમાં હતી. જોકે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકા બેઠક પરથી 327 મતની પાતળી સરસાઈથી વિજયી થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કુમાર દ્વારા આ વિજયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેમણે 2018માં હાઇકોર્ટમાં ઇલેક્શન પીટિશન દાખલ કરી હતી. ત્યારબાદ તબક્કવાર આ કેસ અંગે અનેક વિવાદો ઉભા થયા અને સુનાવણી ચાલતી રહી. હાઈકોર્ટ દ્વારા આજે આ કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને 2017ની ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવા આદેશ કર્યો છે. ત્યારે અહીં 2017થી લઇને 12 મે 2020 સુધી કેસમાં ક્યારે શું બન્યું તેનું અતઃથી ઇતિ અહીં જણાવી રહ્યાં છીએ.
ધવલ જાની અને ઓબ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી કરવા આદેશ
1 મે 2019ના રોજ ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિવાદ મામલે કેન્દ્રીય ચૂંટણીપંચે રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓબ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે નોંધ્યુ હતું કે ધોળકા વિધાનસભાની મતગણતરી દરમિયાન ધવલ જાનીએ ચૂંટણીપંચના કેટલાક સૂચનો અને નિયમોનો ભંગ કર્યો હતો.
ભુપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી
9 સપ્ટેમ્બર 2019ના રોજ અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે આજે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી હતી. શિક્ષણમંત્રીએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી હતી. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી.
સીડી વચ્ચે વચ્ચે કટ ઓફ થતાં હાઇકોર્ટ નારાજ
6 ડિસેમ્બર 2019ના રોજ વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતા કેસમાં ધવલ જાનીએ કોર્ટમાં રજૂ કરેલા વીડિયો ફૂટેજ હાઇકોર્ટમાં દર્શાવાયા હતા. પરતું સીડી સળંગ ચાલવાને બદલે તે વચ્ચેથી કટ થતી હોવાનું જાણમાં આવતા હાઇકોર્ટ નારાજ થઇ હતી. સીડીમાં જાની એવું બોલી રહ્યા હતા કે ઓફ ધી રેકોર્ડ પરિણામ જાહેર કરું છું. આ સાંભળીને હાઇકોર્ટ નારાજ થઇ હતી. ઓફ ધી રેકોર્ડ એટલે શું? અને સીડીમાં મહેતા શું કરી રહ્યા છે? વગેરે અનેક સવાલો કરાયા હતા. સીડીમાં પોસ્ટલ બેલેટની ગણતરી થતી દેખાતી નથી તે અંગે પણ ધ્યાન દોરાયું હતું. આ વીડિયોમાં છેડછાડ થયાની પણ શંકા સેવાઈ રહી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.