એક્શન મોડમાં મંત્રીજી:ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસથી જ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંત્રી પ્રદીપ પરમારની તસવીર - Divya Bhaskar
મંત્રી પ્રદીપ પરમારની તસવીર
  • અધિક મુખ્ય સચિવે મંત્રીઓને વિભાગની કામગીરી અને આયોજન અંગે માહિતગાર કર્યા
  • રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં આજે પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે જ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે તાપી હોલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા હતા.

જરૂરિયાતમંદોને લાભો મળતા રહે તેવી અધિકારીઓને સૂચના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજીને મંત્રીએ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

વિભાગની કામગીરી અને યોજનાઓ વિશે જાણકારી મેળવી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીઓને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. જેને બારીકાઈથી સાંભળીને લાભાર્થીઓને વધુ ઉપયોગી થઈ શકાય તે માટેના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ, નાયબ સચિવ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા સમાજ સુરક્ષા ખાતાના નિયામકઓ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતા નિગમના મેનેજિંગ ડિરેક્ટરઓ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.