નવરંગપુરાના બિલ્ડરની ક્રાઇમ બ્રાંચ ફરિયાદ:ભાગીદારીના નામે બિલ્ડર પાસેથી રૂ. 5 કરોડ પડાવી લઈ છેતરપિંડી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવરંગપુરાના એક બિલ્ડરને રિડેવલપમેન્ટનું કામ કરતી કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી ખોટા દસ્તાવેજ ઊભા કરી એક મહિલા સહિત 4 વ્યક્તિએ 5 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે.

નવરંગપુરાના ઓમપ્રકાશ ધારીવાલે ક્રાઇમ બ્રાંચમાં કરેલી ફરિયાદ મુજબ સવિતા પ્રજાપતિ, વિજય પ્રજાપતિ, અનિલ પ્રજાપતિ અને કેશવલાલ પ્રજાપતિએ વાય એન્ડ ટી પ્રોજેક્ટ નામની કંપનીમાં તેમને ભાગીદાર બનાવ્યા બાદ નફાની લાલચ આપી 5 કરોડ સેરવી લીધા હતા. આ ઉપરાંત તેમના એક પરિચિતને કામેશ્વર એપાર્ટમેન્ટમાં 4 મકાન ખરીદાવી 2 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ તેમની જાણ બહાર વાય એન્ડ ટી પ્રોજેક્ટ્સ અમલમાં હોવા છંતા તેના જેવી ભળતા નામવાળી વાય એન્ડ ટી પ્રોજેકટ્સ એલ એલ પી નામની ભાગીદારી પેઢી ઉભી કરી શ્રી સત્યનારાયણ પ્રભુ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે વાય એન્ડ ટી પ્રોજેકટ્સ એલ એલ પી દ્વારા નવો ડેવલોપમેન્ટ કરાર કર્યો હતો.

ખોટી રીતે પાવર ઓફ એટર્ની આપી રોકાણ કરાવડાવ્યું હતું
વાય એન્ડ ટી પ્રોજેક્ટ્સના ભાગીદાર તરીકે કેશવલાલ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિએ રાજીનામું આપી દીધું હોવા છતાં કેશવલાલ, સવિતાબેન તથા અનિલ પ્રજાપતિએ વાય એન્ડ ટી પ્રોજેકટ્સ ભાગીદારી પેઢીના તમામ કામ માટે વિજય પ્રજાપતિને અનઅધિકૃત પાવર ઓથોરીટી લખી આપીને તેમના નાણાકીય અને વ્યાપારી હક્કોને નુકશાન કરી તેમને રોકાણ કરેલા નાણાં પર નફો નહીં આપી છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...