ગંભીર અકસ્માત:સાણંદ સર્કલથી શાંતિપુરા સર્કલ પાસે હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે યુવકનું મોત

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત

સાણંદ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ ચાલતા જઈ રહેલા 43 વર્ષીય યુવકને આઈસર ચાલકે ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી બાજુ આઈસર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.

શાહીબાગમાં દિપકકુમાર પ્રજાપતિ વહેલી સવારે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો કે, તમારા પિતાજી હંસરાજનો અકસ્માત થયો છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેથી દિપકકુમાર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, સવારના સમયે પિતા તેમના મિત્ર સાથે સરખેજ સાણંદ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ ચાલતા જઈ રહ્યા હતા.

પૂરપાટ ઝડપે આવેલી આઈસરે તેમને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે હંસરાજભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈસર ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...