તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હવેથી ખેડૂત રાજ્યની કોઇ પણ APMCમાં ઉત્પાદન વેચી શકશે, જ્યારે વેપારી કોઇ પણ APMCમાંથી ખરીદી કરી શકશેઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હવેથી ગુજરાતમાં ખેડૂત સમગ્ર રાજ્યમાં આવેલી ગમે તે APMCમાં ઉત્પાદન વેચી શકશે તેવો સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વેપારી પણ પોતાના લાયસન્સ દ્વારા રાજ્યની ગમે તે APMCમાંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા વધશે અને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થશે. જો વેપારી એપીએમસીમાંથી ખરીદી કરશે તો તેને માર્કેટ ફી ભરવી પડશે અને જો ખેડૂત પાસેથી જ ડાયરેક્ટ ખરીદશે તો તેને ફી ભરવી પડશે નહીં. સરકારે ખેડૂત પ્રતિનિધિની સંખ્યા હવે 8થી વધારીને 10 કરી છે. 

ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં 40 હજાર કરોડની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ સાથે ઈ-નામ, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના, યુરીયા ખાતરને નીમકોટેડ યુરીયા ખાતર કરીને ખેડૂતો માટે યુરીયાની ઉપલબ્ધતા સરળ બનાવવાની યોજના વગેરે યોજનાઓને સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડૂત સન્માન નિધી અંતર્ગત ખેડૂતના ખાતામાં સીધાં રૂપિયા પણ જમા કરવામાં આવે છે. 

ખેડૂતને લાભ થાય તેવા સરકારના પ્રયાસ
છેલ્લા ઘણાં વર્ષોથી અનેક કુદરતી આપત્તિમાં પણ અનેક યોજનાઓ હોવાથી કૃષિ ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે. સિંચાઈ માટેની નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ-સુફલામ જેવી અનેક યોજનાઓછી ખેડૂતોને સીધો લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકાર ખાતર, બિયારણ, દવા અને ટ્રેકટર માટે સબસીડી આપે છે અને ૦% વ્યાજે લોન આપે છે. આમ ભાજપ સરકારે છેલ્લા ઘણા વર્ષોથી સરકારે ખેડૂતના હિતમાં વધુને વધુ નિર્ણયો સાથે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો