ડિજિટલ ઈન્ડિયા:હવેથી પોસ્ટ ઓફિસમાં છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, QR કોડથી પેમેન્ટ સેવાની શરૂઆત કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
પોસ્ટ ઓફિસની ફાઈલ તસવીર
  • પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સુવિધાની શરૂઆત

હવેથી પોસ્ટ ઓફિસમાં પણ છુટા પૈસાની ઝંઝટથી મુક્તિ મળશે. પોસ્ટ ઓફિસમાં QR કોડની મદદથી સ્કેન કરી અલગ અલગ સુવિધાઓ માટેની ચૂકવણી કરો શકાશે. આજથી ગુજરાત સહિત દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં આ સુવિધાની શરૂઆત થઇ છે જેને આવનારા દિવસોમાં તમામ પોસ્ટ ઓફિસમાં લાગુ કરવામાં આવશે.

ગુજરાત સહિત આજથી દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં QR કોડની મદદથી સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ સુવિધાની શરૂઆત થઇ છે. જેથી પોસ્ટ ઓફિસમાં મહત્વપૂર્ણ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકો પોતાના મોબાઈલની મદદથી ડિજિટલી રીતે પૈસાની ચુકવણી કરી શકશે. જેના કારણે છુટા પૈસાની ઝંઝટથી રાહત મળશે. શરૂઆતી તબક્કામાં દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં સેવાની શરૂઆત થઈ છે ગુજરાતમાં કુલ 33 હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જ્યાં ગ્રાહકો વિવિધ સેવા માટે ડિઝિટલ પેમેન્ટ કરી શકશે.

હાલ પ્રારંભિક તબક્કામાં પોસ્ટ ઓફિસની મહત્વની ગણાતી એવી પાર્સલ સેવા, રજીસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ અને મની ઓર્ડર માટે વસુલાતી રકમનો ચાર્જ અલગ અલગ કાઉન્ટર પર લાગેલા QR કોડને સ્કેન કરી પેમેન્ટ કરી શકાશે. જેથી આ સેવા માટે ગ્રાહકોને છુટા પૈસાથી મુક્તિ મળશે. એક અંદાજ પ્રમાણે પોસ્ટ ઓફિસમાં દૈનિક 1000-1500 જેટલા આર્ટીકલ બુક તથા હોય છે.

આ બાબતે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે જણાવ્યું કે, ડિજિટલ ઇન્ડિયાની દિશામાં ઓનલાઈન કે ડિઝિટલ પેમેન્ટને સ્વીકૃતિ મળી છે. તેવામાં પોસ્ટ હેડ ઓફિસોમાં આ સુવિધાની શરૂઆત થઈ છે. જેનાથી લોકોને મોટી રાહત થશે. સાથે સાથે પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ માટે પણ હિસાબ રાખવાનું સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...