કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવારના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે તેમજ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીએ રૂ.5 હજારથી લઈને 20 હજાર સુધીની ડિપોઝિટ ભરવી પડશે. જનરલ વોર્ડના દર્દીઓ માટે રજિસ્ટ્રેશન કરવા વધારાના રૂ.50 ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં દાખલ થનારા દર્દીએ પણ 5 હજાર ડિપોઝિટ ભરવી પડશે. જોકે આ વધારો શહેરની અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણો ઓછો હોવાનો તંત્રનો દાવો છે.
જનરલ આઈસીયુનો ચાર્જ બે હજાર
ઈમર્જન્સી મેડિકલ ઓફિસરનો ચાર્જ 150થી વધારીને 300 રૂપિયા કરાયો છે. જનરલ આઈસીયુનો ચાર્જ બે હજાર જ્યારે અન્ય શ્રેણીના આઈસીયુનો ત્રણ હજાર ચાર્જ નક્કી કરાયો છે. સિનિયર સિટિઝન્સ માટે જિરિયાટ્રિક લેબ શરૂ કરાઈ છે. એસવીપીના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે કહ્યું હતું કે એસવીપીએ કોવિડ દરમિયાન 17 હજારથી વધુ દર્દીઓને સારવાર આપી છે. હોસ્પિટલના રિવાઈઝ રેટમાં જનરલ વોર્ડના 1200 બેડ પર દાખલ થતા દર્દીઓના ચાર્જીસમાં કોઈ વધારો કરાયો નથી. માત્ર એક્ઝિક્યુટિવ કેટેગરીમાં વધારો કરાયો છે. જોકે આ રેટ અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણા વાજબી છે.
હોસ્પિટલના ચાર્જનું સરવૈયું
ઈન્વેસ્ટિગેશન | જનરલ વોર્ડ | એક્ઝિક્યુટિવ વોર્ડ |
કાર્ડિઓલોજી | 50થી 500 | 100થી 2 હજાર |
રેડિયોલોજી | 150થી 5 હજાર | 300થી 20 હજાર |
ઓપરેશન | 3થી 9 હજાર | 6થી 36 હજાર |
રૂમનો ચાર્જ | 400થી 3 હજાર | 2થી 5 હજાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.