જળ સંચય માટે માટે મ્યુનિ.ની યોજના:વરસાદી પાણીનો સંગ્રહ કરતા વેલ માટે હવેથી 90 ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરકોલેટિંગ વેલ બનાવવા મ્યુનિ. 80%, કોર્પોરેટર 10% આપશે
  • ભૂગર્ભ જળનાં તળિયાં ઊંચા લાવવા માટે મ્યુનિ.ની યોજના

શહેરમાં ભૂગર્ભ જળના તળિયા ઊંચા આવે તે માટે મ્યુનિ.એ વિવિધ સોસાયટીમાં પરકોલેટિંગ વેલ બનાવવા માટે બનાવેલી યોજના બાદ પણ માંડ 30 સોસાયટી તૈયાર થઇ છે. આ વેલ બનાવવા હાલ મ્યુનિ. 80 ટકા રકમ આપે છે. જ્યારે સોસાયટીએ માત્ર 20 ટકા કાઢવાની હોય છે. હવે 20 ટકામાં પણ 10 ગ્રાન્ટ કોર્પોરેટર તેમના બજેટમાંથી ફાળવી શકશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સૂચન કરાયું હતું.

જો કોઇ સોસાયટીના રહીશો પરકોલેટિંગ વેલ બનાવવાની મ્યુનિ. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે તેમના સંબંધિત ઝોનના કે વોર્ડના એન્જિનિયરિંગ વિભાગનો સંપર્ક સાધીને માર્ગદર્શન મેળવવાનો રહેશે. મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર જળ સંચય માટે આ સારી યોજના હોવા છતાં સોસાયટીઓ આગળ આવતી નથી. ચોમાસા પૂર્વે વધુ સોસાયટીઓ યોજનાનો લાભ લઈ શકે તે માટે કોર્પોરેટરો મોટી સોસાયટીની મુલાકાત લઈ તેમને પરકોલેટિંગ વેલ યોજના કઈ રીતે લાભદાયી છે તે સમજાવશે.

શહેરમાં 2.10 લાખ કૂતરાંનું ખસીકરણ
શહેરમાં લાંબા સમયથી કૂતરાંના ખસીકરણના નામે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓ દ્વારા સભ્યોને એવો જવાબ આપવામાં આવ્યો હતોકે, શહેરમાં કુલ 3 લાખ જેટલા રખડતાં કૂતરાં છે. જે પૈકી 2.10 લાખ કૂતરાંનું ખસીકરણ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...