અમદાવાદ પૂર્વમાં તસ્કરોનો તરખાટ:નરોડાથી પરિવાર વતન ગયો અને ઘરમાંથી $ 300 સહિત 11 લાખની ચોરી, પાડોશીને ચાવી આપી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ચોરી,લૂંટ સહિતના બનાવો સતત વધવા માંડ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે.300 યુએસ ડોલર સહિત 11.29 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહિલા ઘરે લોક મારી ચાવી પાડોશીને આપી પિયર ગયા હતા. આ દરમિયાન કોઇ ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ્યું હતું અને ચોરી કરી ફરાર થઇ ગયું હતું.શહેરના નરોડા વિસ્તારમાં આવેલ નંદનવ બંગ્લોઝમાં દીપાલીકાબહેન કમલેશભાઇ પટેલ પોતાના પતિ સાથે રહે છે. તેમનો સંતાન થોડા દિવસો પહેલાં જ કેનેડા અભ્યાસ માટે ગયો છે. જેથી દંપત્તી એકલા હતા. 31 ઓગષ્ટના રોજ દિપાલીકાબહેન પોતાના પિયર જવા નિકળ્યા હતા. ત્યારે તેમને ઘરના સોના-ચાંદીના દાગીના અને 300 યુએસ ડોલર સહિત 11.29 લાખની રકમનો સરસામાન પોતાની તિજોરીમાં મુક્યો હતો. આ સમયે પતિ ઘરે એકલા હતા. ત્યારબાદ તેઓ પિયરથી પરત આવ્યા હતા અને 3 સપ્ટે.ના રોજ પોતાના વતન વડાગામ જવા નિકળ્યા હતા. તે સમયે પણ દાગીના સહિતની વસ્તુઓ તેમને જોઇ હતી. ત્યારબાદ તેમણે મકાનને લોક કરી ચાલી પાડોશી જગદીશભાઇને આપી હતી અને વતન જવા નિકળી ગયા હતા. 5 સપ્ટે.ના રોજ જગદીશભાઇએ ફોન કરી દિપાલીકાબહેનને ફોન કરી જણાવ્યું હતું કે, આપણી સોસાયટીમાં સફાઇ કરતા બહેન તમારા ઘર બાજુ ગયા હતા. ત્યારે તેમારી બારીનો કાંચ તુટેલો હતો અને ગ્રીલ પણ તુટેલી છે. આવો ફોન આવ્યા બાદ તાત્કાલીક દિપાલીકાબહેન ઘરે પહોંચ્યા હતા અને પાડોશી પાસેથી ચાલી લઇ ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારે બેડરૂમનો સામાન અસ્ત વ્યસ્ત હતો અને તિજોરીમાં મુકેલ 11.29 લાખનો મુદ્દામાલ ગુમ હતો.બીજીબાજુ આ મામલે નરોડા પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...