રેલવેમાં અનલોક -1:1 જૂનથી અમદાવાદ સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો ચાલશે, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર નહીં ઊભી રહે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેમણે ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે
  • સૂચના યાત્રીઓને બલ્ક SMS દ્વારા પણ આપવામાં આવી રહી છે

રેલવે દ્વારા 1 જૂનથી શરૂ કરવામાં આવી રહેલી વિશેષ ટ્રેનો અગાઉના તેના નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર ઊભી રહેશે. જોકે અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હાલ સાબરમતીથી ઉપડતી રાજધાની એક્સપ્રેસ પણ અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. આથી તમામ પેસેન્જરોએ કાલુપુર સ્ટેશને જ આવવાનું રહેશે.અધિકારીઓના જણાવ્યા મુજબ 1 જૂનથી અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. એ જ રીતે અમદાવાદ - દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ - વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી નહીં રહે. તેથી તમામ પેસેન્જરોએ ટ્રેન પકડવા માટે કાલુપુર જ આવવાનું રહેશે.

ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના અનુસાર 01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 જોડી ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક SMS દ્વારા પણ  આપવામાં આવી રહી છે. આના સિવાય વર્તમાનમાં સ્પેશિયલના રૂપમાં  01 જૂનથી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનોનું મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.

  • 01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી ચાલવા વાળી સ્પેશિયલ ટ્રેનો નિમ્નાનુસાર છે
ક્રમ   ટ્રેન નંબર    દિવસ       સ્ટેશન પ્રસ્થાન આગમન
102934/2933પ્રતિદિનઅમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ04:5521:25
202917/02918 સોમ,બુધ,શુક્ર અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન17:3006:05
302957/02958 પ્રતિદિન અમદાવાદ-નવી દિલ્લી

18:40    

10:10

402915/02916પ્રતિદિન અમદાવાદ- દિલ્લી જં. 

18:55

07:40

509165/09166બુધ,શુક્ર,રવિઅમદાવાદ-દરભંગા21:0003:25
609167/09168 સોમ,મંગળ,ગરુ,શનિઅમદાવાદ-વારાણસી21:0003:25
702947/02948સોમ,બુધ  અમદાવાદ-પટના21:5004:45
809083/09084પ્રતિદિન અમદાવાદ-મૂજ્જફરપુર22:0014:00
909089/09090પ્રતિદિનઅમદાવાદ-ગોરખપુર23:4514:35
1002833/02834પ્રતિદિનઅમદાવાદ-હાવડા 00:1513:25

                           

અન્ય સમાચારો પણ છે...