GTUની રેપીડ પ્રોટોટાઇપિંગ ટ્રેનિંગ:આઈડિયાથી લઈને ઈનોવેશન અને પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે: GTUના કુલપતિ નવીન શેઠ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક ક્રાંતિ માટે અદ્યતન ટેક્નોલોજી પાયારૂપ એક છે. નવીનત્તમ ટેક્નોલોજીના વિકાસ માટે રિસચર્સ અને ઇનોવેટર્સને યોગ્ય તકો પૂરી પાડવી પણ ખૂબ જ જરૂરી છે. ઇનોવેટર્સને સહયોગી થવા અર્થે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નીકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા દેશભરમાં 40 આઇડિયા લેબની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત ટક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સહિત 3 આઇડિયા લેબ રાજ્યમાં કાર્યરત છે. જીટીયુ આઇડિયા લેબ દ્વારા પણ એઆઇસીટીઇના લક્ષ્યને સહભાગી થવા માટે સમાયંતરે રીસચર્સ અને ઇનોવેટર્સ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યે છે. તાજેતરમાં જ GTU આઇડિયા લેબ દ્વારા રેપીડ પ્રોટોટાઇપિંગ વિષય પર 2 દિવસ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું.

ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર: નવીન શેઠ
આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, આઇડિયાથી લઇને ઇનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે. આઇડિયા લેબ ઇનોવેટર્સના આઇડિયાને માર્ગદર્શન પૂરું પાડીને ઔદ્યોગિક માંગ અનુસાર ઇનોવેશન કરવામાં સહયોગી થયા છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જીટીયુના કુલસચિવ ડો. કે.એન. ખેર, જીટીયુ જીસેટના ડાયરેક્ટર અને આઇડિયા લેબના ચીફ મેન્ટર ડો. એસ.ડી. પંચાલ, કો-ઓર્ડિનેટર ડો. એસ. કે, હડિયા અને તજજ્ઞ તરીકે રુદ્ર રોબોટિક્સના તરૂણ રિઝવાની ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સના આઇડિયાને યોગ્ય તક
GTU સંલગ્ન કોલેજોના કુલ 32 વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આઇડિયા લેબના મૂળ હેતુ અનુસાર, વિજ્ઞાન, ગણિત, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સના આઇડિયાને યોગ્ય તક મળી રહે તેમજ ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ, સોલ્વિંગ, ડિઝાઈન થિંકિંગ વગેરે બાબતે પણ જાગૃકતા કેળવાય તે અર્થે, જીટીયુ આઇડિયા લેબ સતત કાર્યરત રહે છે.

ટેક્નોલોજીનો ઉપોયગથી પ્રોટોટાઈપ બનાવ્યા
તાજેતરમાં યોજવામાં આવેલી દ્વિતિય ટ્રેનિંગમાં ભાગ લેનાર ઇનોવેટર્સ દ્વારા વિચારવામાં આવેલા ત્વરીત વિચારને 3D પ્રિન્ટિંગ થકી પ્રોટોટાઈપ સ્વરૂપે રજૂ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેના થકી ઇનોવેટર્સ દ્વારા 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપોયગ કરી નેકલ જોઈન્ટ, ફાઈટર પ્લેન, ડ્રોન, માનવીય આંખ અને જીટીયુનો લોગો વગેરેના પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યા હતા. બે દિવસની ટ્રેનિંગના સફળ આયોજન માટે જીટીયુના કુલપતિ અને કુલસચિવે કો. ઓર્ડિનેટર રાજ હકાણી, પ્રો. નિલેષ શર્મા અને પ્રો. પ્રિયા મિશ્રાને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...