12th સાયન્સનું રિઝલ્ટ આવી તો ગયું, પણ હવે કરિયરની જફા શરૂ થઈ. કઈ લાઈનમાં જવાય ? શેમાં કરિયર બનાવાય ? કયો કોર્સ કરવાથી તરત જોબ પ્લેસમેન્ટ મળે ? કરિયર કાઉન્સેલર્સ એટલા બિઝી બની ગયા છે કે તે 14 કલાક કાઉન્સેલિંગ કર્યા કરે છે. જેમને 12th સાયન્સમાં માર્ક વધુ આવ્યા છે તેમના માટે સવાલ નથી, પણ જેમને ઓછા માર્ક આવ્યા છે તેમની મૂંઝવણ વધી છે. આ મૂંઝવણ દૂર કરવા એજ્યુકેશન એક્સપર્ટ્સ ગ્રુપ-B માટે ડો. ઉમેશ ગુર્જર અને ગ્રુપ-A માટે પુલકિત ઓઝાએ ટિપ્સ આપી છે.
હવે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સ માટે લિમિટેશન્સ આવ્યાં
એક્ઝામ પહેલાં કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી હતી કે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સ હવેથી ગ્રુપ-Aમાં એડમિશન લઈ શકશે અને બોયોલોજીને લગતા 29 જેટલા કોર્સ કરી શકશે, પણ હવે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા 2022-2023ના વર્ષ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને એમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સને એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયના સ્ટુડન્ટ્સને પ્રવેશ મળી શકશે. આમ તો 29 વિષયની 98 જેટલી પેટા-બ્રાન્ચ છે, પણ 9 જ મુખ્ય કોર્સમાં ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સને પ્રવેશ મળી શકશે.
ઓછા માર્ક્સ હોય તો શું કરવું ?
ઓછા માર્ક્સ હોય તોપણ કોઈ સ્ટુડન્ટ્સે ગભરાવાની જરૂર નથી, કારણ કે મેડિકલ અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ઓછા માર્કવાળા સ્ટુડન્ટ્સને પણ કરિયર ઓપોર્ચ્યુનિટી મળશે અને સ્કિલ મુજબ કોઈપણ કોર્સ કરી શકશે. માનો કે મેડિકલમાં ઓછા માર્ક્સ આવ્યા અને કામ તો હોસ્પિટલ સાથે જ કરવું છે તો હેલ્થકેર મેનેજમેન્ટનો કોર્સ કરી શકાય. આ કોર્સ કરીને હોસ્પિટલ સંચાલનની જવાબદારીવાળી જોબ મળી શકે અને હોસ્પિટલના સીઈઓની પોસ્ટ સુધી પહોંચી શકો. મેડિકલમાં 128 ફિલ્ડ એવાં છે, જેમાં કરિયર બનાવી શકાય. એવી રીતે એન્જિનિયરિંગમાં ઓછા માર્ક હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 140 ફિલ્ડ એવાં છે, જેમાં કરિયર બનાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.