નવા વર્ષના દિવસે લોકો ભગવાનના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં દર્શન માટે ઉભા રહ્યાં છે. લોકોને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અને પ્રવેશ આપવામાં આવે છે. મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા,ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ), મ્યુનિ..ભાજપના નેતા અમિત શાહ સહિતના નેતાઓ પણ મંદિરે ઉપસ્થિત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર પંચદેવ મંદિરે દર્શન કર્યા બાદ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પત્ની અંજલિ રૂપાણી સાથે માતાજીની આરતી ઉતારી અને માતાજીના દર્શન કર્યા હતા.
માતાજીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતની તમામ જનતાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાત સલામત રહે, શાંતિ રહે. અમદાવાદ ધબકતું રહે. કોરોના સમાપ્ત થાય. આરોગ્ય પ્રદાન કરે અમે નવા વર્ષમાં ગુજરાત વિકાસ કરે. ગુજરાતીઓ વિકાસ કરે તેવી પ્રાર્થના કરું છું. તહેવારોમાં ભીડ થઈ હોય એટલે કોરોનાના કેસ વધવાની શક્યતા હોય છે. જે માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રીવ્યુ મીટીંગ લેવાના છે. સાથે જ તહેવાર પુરા થયા બાદ હોસ્પિટલ, બેડ, દવાની તમામ ચિંતા કરવામાં આવશે. તેમજ કિડની હોસ્પિટલમાં પણ બેડ શરૂ કરીશું. સમગ્ર ગુજરાતમાં બેડની વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.