તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ GSTના દરોડા:બોગસ ઇ-વે બિલથી રૂ. 9 કરોડની ટેકસ ચોરી પકડાઇ, ઊંઝાના સુપ્રીમ પટેલની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્ટેટ જીએસટી વિભાગને જીરાની કોમોડીટીમાં બોગસ પેઢીઓ ઊભી કરી આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી, ખરેખર ઇ-વે બિલમાં દર્શાવવામાં આવેલા વેપારીઓ સિવાયના અન્ય વેપારીઓ પાસેથી ખરીદી અન્ય વેપારીઓને મોકલી ભરવાપાત્ર જીએસટી ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી.

જે સંદર્ભે ઉંઝા ખાતેની સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલીક સુપ્રિમ જીતેન્દ્રભાઇ પટેલના સ્થળે તપાસ કરતા કોઇ પણ હિસાબી સાહિત્ય મળ્યા ન હોતા. જ્યારે રહેઠાણના સ્થળોથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત સુપ્રિમ પટેલના મોબાઇલમાંથી કેટલાક હિસાબો મળી આવ્યા હતા. જેમાં કેટલીક પેઢીઓના જીએસટી નંબર, ટેલી એકાઉન્ટ મળી આવ્યા હતા.

જે અંગે આ પેઢીઓના સ્થળે તપાસ કરતા તે પેઢીઓ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. સુપ્રીમ પટેલના દસ્તાવેજો તપાસતા તેઓએ રૂ. 144.35 કરોડના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 9.06 કરોડના ટેકસ ભર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો