તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર:બેક બેન્ચરથી સુપર કોપ અને હવે ફ્રન્ટલાઇન વોરિયર, IPS અધિકારી અજય ચૌધરીની કોરોનાકાળમાં જુસ્સો દર્શાવતી વાત

અમદાવાદ3 મહિનો પહેલા
શહેર પોલીસનું ધ્યાન રાખવા જાતે પોલીસલાઈન જઈને પરિવારની તકલીફ જાણે છે.
  • છેલ્લી બેન્ચ પર બેસતો બીજાથી બહુ પાછળ હતો, પણ ટીચરે એક દિવસ કહ્યું કે તું બહુ સારું કરે છે અને જીવનની ગાડી ટોપ ગેરમાં આવી
  • અમદાવાદ શહેરના IGP અજય ચૌધરી હાલ કોરોના સમયમાં શહેર પોલીસનું ધ્યાન રાખવા જાતે પોલીસલાઈન જઈને પરિવારની તકલીફ જાણે છે

સમગ્ર દેશ હાલમાં કોરોનાના કારણે હાલાકી ભોગવી રહ્યો છે, ત્યારે નિરાશામાં ગરકાવ થયેલા લોકોને પોઝિટિવ રહેવા માટે અનેક સલાહો મળતી હોય છે. ઘણીવાર આ વાત કેટલાક લોકો મજાક સમજીને ઉડાવી દેતા હોય છે, પરંતુ આવી પોઝિટિવ વાત અમદાવાદના IGP અજય ચૌધરીની છે, જેઓ હાલ પોલીસલાઈનમાં સેનિટાઈઝ કરતા તો ક્યાંક જરૂરિયાતવાળા લોકોને મદદ કરતા દેખાશે. તેઓ IPS બન્યા એ પહેલાં એક સામાન્ય વિદ્યાર્થી હતા. અન્ય વિદ્યાર્થીઓનો કે સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે છેલ્લી બેન્ચ પર બેસતા અને આજે તેઓ અમદાવાદના કપરા સમયમાં ફ્રન્ટલાઈન વોરિયર છે.

સામાન્ય લોકોની મદદ માટે પણ હાજર રહે છે
IPS બનનાર દરેક વિદ્યાર્થી તેજસ્વી હોય તેવું જરૂરી નથી હોતું. તે પણ ઠોઠ નિશાળિયો હોય અને સફળતાના શિખર સર કરે એ માટે એક નાનીઅમથી વાત જ કાફી હોય છે. અજય ચૌધરી હાલ અમદાવાદ શહેરમાં સંયુક્ત પોલીસ કમિશનર એડમિન છે. હાલ શહેરમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ છે, એમાં નિયમનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ પાસે છે, પણ પોલીસ અને તેમના પરિવારની દરેક મદદ કરવાની જવાબદારી અજય ચૌધરી પાસે છે. તેઓ જાતે જઈને પોલીસલાઈન સેનિટાઈઝ કરાવે છે. તેઓ પોલીસ અને તેમના પરિવારના લોકો માટે મદદ કરવા તત્પર હોય છે. તેઓ જાતે રાતે પોલીસ-બંદોબસ્ત ચેક કરવા નીકળે છે અને તેટલા જ સામાન્ય લોકોની મદદ માટે પણ હાજર રહે છે.

અજય ચૌધરીને ક્લીન છબિ ધરાવતા IPS અને તજજ્ઞ માનવામાં આવે છે.
અજય ચૌધરીને ક્લીન છબિ ધરાવતા IPS અને તજજ્ઞ માનવામાં આવે છે.

વિદ્યાર્થીકાળમાં તેઓ મનથી નબળા હતા
અજય ચૌધરીને ક્લીન છબિ ધરાવતા IPS અને તજજ્ઞ માનવામાં આવે છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે તેઓ ઝારખડના રહેવાસી છે. તેમના પિતા કંપનીમાં કામ કરતા હતા અને બધા કંપનીની કોલોનીમાં રહેતા હતા. તેમણે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારે ફ્રન્ટલાઈનમાં આવવાનો ડર હતો. મારી સાથેના વિદ્યાર્થીઓ એકદમ ચપળ હતા, પણ હું આ સ્થિતિ એ સમયે સામનો કરતા ડરતો હતો, એટલે હંમેશાં છેલ્લી બેન્ચ પર બેસતો હતો. મને કોઈ કઈ પૂછે તો હું જવાબ આપતો ન હતો અને એકદમ સામાન્યથી પણ ખૂબ ખરાબ કહેવાય તેવો વિદ્યાર્થી હતો.

UPSC પાસ કરીને IPS બન્યા
એક દિવસ હું ક્લાસમાં હતો ત્યારે મારા ગણિતના ટીચરે મારી બુક જોઈ, મને લાગ્યું હવે ટીચર મને બોલશે, પરંતુ ટીચરે મને શાબાશી આપી અને કહ્યું તું ખૂબ સારું કરે છે. તું મેથ્સમાં આગળ વધી શકે છે. એ સમયે હું ખોટો હતો, પણ મારા શિક્ષકે મને જે વાત કહી ત્યારથી મારી અંદર એક હિંમત આવી અને હું ભણવામાં આગળ વધવા લાગ્યો હતો. હું જ્યાં રહેતો હતો ત્યાં IAS કે IPS બનવાનો ક્રેઝ હતો. હું પણ ભણવા માટે દિલ્હી ગયો અને મેં UPSC પાસ કરી અને 1999ની બેચનો ગુજરાત કેદરનો IPS બની ગયો હતો.

મારા શોખને કારણે મને જીવનમાં ચેરિટી માટે મદદ મળે છે તેમજ મારો સ્ટ્રેસ ઘટી જાય છે.
મારા શોખને કારણે મને જીવનમાં ચેરિટી માટે મદદ મળે છે તેમજ મારો સ્ટ્રેસ ઘટી જાય છે.

જીવનમાં સ્થિરતા આવવા લાગી હતી
બેચલર જીવન અને ત્યાર પછીના સમયમાં મારા જીવનમાં લેડી લક આવ્યું અને મારા લગ્ન બાદ મને ખરેખર જીવન જીવવા માટે પ્રેરણા મળી. લગ્ન પહેલાં મારાં કપડાં પહેરવાના પણ ઠેકાણા ન હતા, પણ પત્ની આવ્યા બાદ જીવનમાં પરિવર્તન આવ્યું, સાથે સાથે સ્પિરિચ્યુઅલ લાઈફમાં પણ સફળતા મળી. જીવનમાં સ્થિરતા આવવા લાગી હતી.

અજય ચૌધરી તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોઝિટિવ રહેવા માટેના વીડિયો મૂકે છે.
અજય ચૌધરી તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોઝિટિવ રહેવા માટેના વીડિયો મૂકે છે.

પેઈન્ટિંગના શોખને કારણે સ્ટ્રેસમાં ઘટાડો થાય છે
હું પેઈન્ટિંગ કરું છું, એને એબ્સટ્રેક્ટ પેઇન્ટિંગ કહેવાય છે. હાલ એની ખૂબ ડિમાન્ડ છે અને મારા શોખને કારણે મને જીવનમાં ચેરિટી માટે મદદ મળે છે તેમજ મારો સ્ટ્રેસ ઘટી જાય છે. અજય ચૌધરી રોજ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોઝિટિવ રહેવા માટેના વીડિયો મૂકે છે, જેને અનેક લોકો કોરોનાનાં સમયમાં ફોલો કરે છે. અજય ચૌધરી જેવા લોકોના જીવન પરથી કોઈ બાબતમાં હતાશ ન થઈને એક નાની વાતને પોતાની હિંમત બતાવી પોતાના અને લોકો માટે પ્રેરણા બનવું એ સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...