તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:આવતીકાલથી ગુજરાત એસ.ટી.ની 40 વોલ્વો AC સીટર-સ્લીપર બસો દોડશે, જાણો ક્યાંથી ઉપડશે અને ક્યાં જશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાના કેસો આવવા લાગતા 22 માર્ચથી એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ 1 જૂનથી શરૂ થયેલી અનલોક-1 પ્રક્રિયા સાથે એસ.ટી. બસ ચાલુ કરવામાં આવી હતી. જો કે એસી અને વોલ્વો બસોનું સંચાલન શરૂ કર્યું નહોતું. જેને હવે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા 22 ઓગસ્ટથી વોલ્વો અને AC એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. આ સિવાય સુરતથી એસ.ટી. બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે આજથી(21 ઓગસ્ટ)થી શરૂ થઈ ગયું છે.

17 વોલ્વો અમદાવાદના નેહરુ નગરથી ઉપડશે
આ પહેલા ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 189 વોલ્વો અને AC એસ.ટી. બસો દોડાવવામાં આવી હતી. જેને કોરોના મહામારીને કારણે 22 માર્ચથી બંધ કરવામાં આવી હતી. પ્રિમિયમ ST બસોમાં કુલ વોલ્વોની 17 બસ અમદાવાદના નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નેહરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે. આ સિવાય AC સીટરની કુલ 13 અને AC સ્લીપરની કુલ 10 બસને દોડાવવામાં આવશે.

બસનો પ્રકારક્યાંથી ક્યાં જશે
વોલ્વોઅમદાવાદ(નેહરુનગર)થી વડોદરા
''અમદાવાદથી રાજકોટ
''અમદાવાદ(નેહરુનગર)થી નવસારી
AC સીટરઅમદાવાદથી ડીસા
''અમદાવાદથી ભાવનગર
''અમદાવાદથી મોરબી
''ગાંધીનગરથી અમરેલી
AC સ્લીપરગાંધીનગરથી દ્વારકા
''ગાંધીનગરથી સોમનાથ
''ગાંધીનગરથી દીવ
''ગાંધીનગરથી ભુજ
''ભુજથી વડોદરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો