તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો નિર્ણય:1 ઓગસ્ટથી હવે રૂ. 20, રૂ. 40ની વેલ્ફેર સ્ટેમ્પ ટિકિટ લગાવવી પડશે; કોરોનાને કારણે ટિકિટોની આવકમાં ઘટાડો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે છેલ્લાં દોઢ વર્ષથી કોર્ટ બંધ હોવાથી વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આ ખાદ્ય પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી તાલુકા-જિલ્લા કોર્ટમાં વકીલોએ રૂ. 20ની વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટ તેમ જ હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલમાં વકીલોએ રૂ. 40ની વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટો લગાવવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કર્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઈ પટેલ અને અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે દોઢ વર્ષથી કોર્ટ બંધ હતી, જેના કારણે વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટોની આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ કોરોનાના કારણે રાજ્યમાં વર્ષ 2020માં 368 વકીલોના મોત થયા હતાં. તેમજ જુલાઇ 2021 સુધીમાં 225 વકીલો મૃત્યુ પામ્યા હતાં. બાર કાઉન્સિલ દ્વારા વેલ્ફેર ફંડની સ્કિમ હેઠળ મૃતક વકીલોના વારસદારોને રૂ.3.50 લાખ સહાય ચૂકવવામાં આવે છે.

વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટો, વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફી તેમજ રિન્યુઅલ ફીની આવક દ્વારા મૃત્યુ સહાયનું ભંડોળ એકઠું કરવામાં આવે છે. મૃત્યુ સહાયની રકમ મોટા પ્રમાણમાં ચૂકવવાની જવાબદારી ઊભી થતાં બાર કાઉન્સિલના વેલ્ફેર ફંડમાં મોટા પ્રમાણમાં ખાદ્ય આવેલી છે. તેવા સંજોગોમાં બાર કાઉન્સિલે સ્ટેમ્પની ટિકિટો રૂ. 20 અને રૂ. 40 કરી છે.

અન્ય સમાચારો પણ છે...