તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું આગમન:14મીથી દક્ષિણ ગુજરાતમાં તો 15-25 જૂન વચ્ચે સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે, 11મીએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરના મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત્

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમીની સાથે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. કંડલા પોર્ટને બાદ કરતાં રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હોવા છતાં ગરમીનું પ્રમાણ રહ્યું છે, પરંતુ 11 જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં 11 જૂનથી સક્રિય થનારા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી વધશે તેમ જ 14 જૂનથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે, જ્યારે રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને હળવા વરસાદ સાથે પ્રી-મોનસૂન એક્ટિવિટી વધવાની સાથે 15થી 25 જૂન વચ્ચે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...