તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીત:ફ્રેન્ડ્સ ઈલેવન અમદાવાદે અંતિમ બોલ પર એક રન કરી મેચ જીતી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ રુરલ ક્રિકેટ એસો. દ્વારા 30 ટીમો વચ્ચે ટી-20 શરૂ થઈ

અમદાવાદ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવેકનિકેતન કેમ્પસ ખાતે શરૂ કરાઈ છે. જેમાં 30 ટીમોએ ભાગ લીધો છે. ત્રીજા દિવસે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ફ્રેન્ડ્સ ઈલેવન અમદાવાદે અંતિમ ઓવરના અંતિમ બોલ પર એક રન કરી શારદા મંદિર વિનય મંદિર સામે જીત મેળવી હતી. શારદા મંદિરને આપેલા 90 રનના લક્ષ્ય તેમને 9 વિકેટ ગુમાવી પાર કર્યો હતો.

ભાડજ વિવેકનિકેતન કેમ્પસ ખાતે પહેલી ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 8 મેચો થઈ ચૂકી છે. જેમાં ખરાખરીનો જંગ સામ સામેની ટીમોમાં જોવા મળ્યો હતો. જેમાં 20 ઓવરમાં હાઈએસ્ટ સ્કોર મોનાર્ક ક્રિકેટ એકેડમીનો હતો. જેમને ગેમ ચેલેન્જર સામે 160 રનનો સ્કોર કરી 98 રને જીત મેળવી હતી. જુદા-જુદા ગ્રુપ પ્રમાણે આ મેચો યોજાઈ રહી છે. ખાસ કરીને આ ટૂર્નામેન્ટ એટલે મહત્વની છે કે તેમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરની ટીમોએ ભાગ લીધો છે.

આ અંગે વધુમાં માહિતી આપતા અમદાવાદ ડિસ્ટ્રીક્ટ રૂરલ એસોસિએશનના સેક્રેટરી ભરત દૂધીયાએ કહ્યું કે, ક્રિકેટ ક્ષેત્રે ઉત્સાહ જળવાઈ રહે તે માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ સવારથી સાંજ સુધી બે ટીમો વચ્ચે મેચો રમાય છે.

25 ફેબ્રુઆરી પછી સેમિફાઈનલ રમાશે
: ત્રીજી દિવસની મેચનો સ્કોર :

પ્રથમ રાઉન્ડ
સિલ્વર લીફ સીસી 49/10 (16.3 ov)
એમ પાવર ક્રિકેટ એકેડમી 52/1 (4.0 ov)

દ્વિતીય રાઉન્ડ
શારદા મંદિર વિનર મંદિર 90/10 (20.0 ov)
ફ્રેન્ડ્સ ઈલેવન અમદાવાદ-2 91/9 (20.0 ov)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો