તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરપીણ હત્યા:અમદાવાદમાં મોબાઈલના 17 હજાર રૂપિયાની લેવડ દેવડ મામલે મિત્રોએ ભેગા થઈને મિત્રની પીઠમાં છુરો હુલાવી હત્યા કરી

અમદાવાદ3 મહિનો પહેલા
મૃતક નિખિલ પરમાર
  • મૃતક નિખિલ પરમાર અને આરોપી મિત્રો વચ્ચે મોબાઈલના 17 હજાર રૂપિયાની લેવડ દેવડમાં ઝગડો થયો હતો.
  • પોલીસે ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી.

અમદાવાદના સરદારનગરમાં મોબાઈલના રૂપિયાની લેવડ દેવડમાં એક મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. એક યુવકે પૈસા મામલે પોતાના મિત્રના પેટમાં છરી હુલાવી દેતાં તેનું મોત થયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજનીની ધરપકડ કરી છે.

ઘટના સમયનો વીડિયો સામે આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ નોંધાયો છે. પોલીસની તપાસમાં આ ઘટના બની તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ખૂબજ વિચલિત કરનારો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક જાહેર રસ્તા પર તડફડિયા મારી રહ્યો છે. તે લોહિલુહાણ હાલતમાં પોતાની પીઠ પાછળ ઘુસેલી છરીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો રવિવારના બપોરના સમયનો સરદારનગરના ઇન્દિરાનગર છપરા નો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની
આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની

લોકોએ 108 બોલાવી અને હોસ્પિટલ ખસેડ્યો
આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજનીએ પોતાના મિત્ર નિખિલ પરમારને પીઠના ડાબી બાજુના ભાગે છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. નિલેશને પીઠના ભાગે છરીના ઘા માર્યા બાદ લગભગ લાંબા સમય સુધી જાહેર રસ્તા પર તડફડીયા માર્યા હતા. જોકે સ્થાનિક લોકોએ 108 બોલાવી નિખિલ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યા તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

17 હજાર રૂપિયાની લેવડ દેવડમાં ઝગડો થયો હતો
આ ઘટનાની જાણ સરદાનગર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે લોકોની પુછપરછ શરુ કરી તો માલુમ થયું હતું કે હત્યા અન્ય કોઈ એ નહિ પણ મૃતકના મિત્રોએ જ કરી છે. ગણતરીના કલાકોમાં સરદારનગર પોલીસે આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજનીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપી મિત્રોની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતક નિખિલ પરમાર અને આરોપી મિત્રો વચ્ચે મોબાઈલના 17 હજાર રૂપિયાની લેવડ દેવડમાં ઝગડો થયો હતો. મુખ્ય આરોપી કિશન ઠાકોરએ પોતાની પાસે રહેલ છરીના ઘા મારી દીધા હતા.