વિવાદ:બાઇક ચલાવવા મુદ્દે મિત્રનો યુવક પર છરી વડે હુમલો, યુવક ઇન્ડિગો એરલાઇન્સમાં લોડરમેન હતો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરદારનગર પોલીસે મિત્ર સામે ગુનો નોંધ્યો

સરદારનગરમાં રહેતા અને ઇન્ડિગો કંપનીમાં લોડરમેન તરીકે નોકરી કરતા 27 વર્ષીય યુવકને તેની બાઇક પાછળ બેઠેલા મિત્રે બાઇક ધીમી ચલાવવાના મુદ્દે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરદારનગરમાં રહેતા ઉદયરાજ યાદવ ઇન્ડિગો એરલાઇન્સમાં લોડરમેન તરીકે નોકરી કરે છે. 19 જુલાઇએ બપોરે બે વાગે ઉદયરાજ નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જતો હતો. એ વખતે રસ્તામાં તેના મિત્ર જિતુ સોની અને જગદીશ જેસવાલે તેને ઉભો રાખ્યો હતો. થોડીવાર પછી જિતુ તેના ઘરે ગયો જયારે જગદીશે ઉદયરાજને કામદારનગર ઉતારવાનુંં કહ્યું હતું.

દરમિયાન જગદીશે ઉદયરાજને ‘તું બાઇક ધીમી કેમ ચલાવે છે’ તેમ કહીને બીભત્સ ગાળો બોલી હતી. જેથી ઉદયરાજે તેને ગાળો બોલવાની ના પાડતાં જગદીશ ઉશ્કેરાયો હતો અને તીક્ષ્ણ હથિયાર ઉદયરાજના ગળે માર્યુ હતું. હુમલો કરી જગદીશ ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...