સિટી પ્રાઇડ:કોરોનામાં 50 પ્રસૂતાઓની નિ:શુલ્ક પ્રસુતિ કરી; મણિનગરના મહિલા તબીબ 4 વર્ષથી જરૂરિયાતમંદ મહિલાઓની સેવા કરી રહ્યાં છે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના દરમિયાન બે ટ્વિન્સ દીકરીઓની ડીલીવરી થઇ. ગાઇડલાઇન મુજબ કોરોના રિપોર્ટ બાદ જ ડિલિવરી થાય પરંતુ મહિલાની વેદના સમજીને સફળ ડિલિવરી કરવામાં આવી. - Divya Bhaskar
કોરોના દરમિયાન બે ટ્વિન્સ દીકરીઓની ડીલીવરી થઇ. ગાઇડલાઇન મુજબ કોરોના રિપોર્ટ બાદ જ ડિલિવરી થાય પરંતુ મહિલાની વેદના સમજીને સફળ ડિલિવરી કરવામાં આવી.

મણિનગરમાં 35 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડોકટર ફાલ્ગુની શશાંક મહિલાઓની નિ:શુલ્ક પ્રસુતિની સેવા કરે છે. જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા તે દિવસે તેમણે આશા પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. જેમાં બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર જેવા વિસ્તારની જરૂરીયાતમંદ મહિલાઓ માટે તેઓએ હોસ્પિટલમાં 2 બેડ અલાયદા રાખ્યાં છે. ચાર વર્ષમાં તેમણે ૪૦૦થી વધુ મહિલાઓની પ્રસુતિ અને અન્ય કન્સલ્ટન્સી નિ:શુલ્ક કરી છે.

સંગીતથી પણ સેવા કરે છે
ડોક્ટર ફાલ્ગુની શશાંક વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ સાથે ગાયિકા પણ છે. કોરોના દરમિયાન તેમણે લોકોમાં પોઝિટિવિટી લાવવા ગુજરાતી સુગમ સંગીતના ગીતો કમ્પોઝ કરી સોશિયલ મિડિયા પર મુક્યાં છે.

કોરોનાના 4 મહિનામાં 50 પ્રસુતિ કરી હતી
કોરોનામાં ચાર મહિના ઓપીડી બંધ રાખવી પડી, છતાં જીવની ચિંતા કર્યા વિના ઈમરજન્સીના તમામ કેસ લીધાં. ઘણીવાર પ્રસવની પીડામાં મહિલાઓ આવી ત્યારે પોતાની ચિંતા વિના PPE કીટ પહેરી લેબર પેશન્ટને ના નથી પાડી. આ સમયે ઘણા ફુગ્ગાવાળા શાકભાજીવાળા મળીને નિ:શુલ્ક 50 પ્રસુતિ કરી હતી. - ડો. ફાલ્ગુની શશાંક

અન્ય સમાચારો પણ છે...