તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો માટે સુવિધા:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર જવા માટે ફ્રી કેબ સેવા શરૂ કરાઇ

અમદાવાદએક મહિનો પહેલા
મુસાફરો માટે એરપોર્ટ પર શટલ સેવા શરુ કરવામાં આવી
  • આ સુવિધા અંતર્ગત 4 કેબ 24 કલાક એરપોર્ટ પર મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે
  • અત્યાર સુધી કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોને ચાલીને 1 કિ.મી. જેટલુ ચાલીને જવું પડતું હતું.

અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર રોજના અંદાજીત 30 હજારથી વધુ લોકોનો ઘસારો રહેતો હોય છે. એરપોર્ટ પર મુસાફરો માટે ટર્મિનલ શટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઈ મુસાફરને અમદાવાદથી કનેક્ટિંગ ફ્લાઇટ હોય અને તેને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવું હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર તેઓ આ ટર્મિનલ શટલની કેબમાં બીજા ટર્મિનલ પર જઈ શકે છે.

4 કેબ 24 કલાક ઉપલબ્ધ રહેશે
આ પહેલા અમદાવાદ એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોને 1 કિલોમીટર જેટલું ચાલીને બીજા ટર્મિનલ પર જવું પડતું હતું. અથવા કોઈ મુસાફરને માત્ર 1 કિ.મી.ના અંતરના 300-400 રૂપિયા ભાડું ચૂકવવું પડતું હતું. આ બાબતને ધ્યાનમાં લઈને આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત 4 કેબ 24 કલાક એરપોર્ટ પર મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે.કનેક્ટિંગ ફલાઇટ ના મુસાફરોને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પણ આ સુવિધા અંગેની માહિતી આપવામાં આવે છે જેથી તેઓ ને બીજા ટર્મિનલ સુધી સમયસરને સરળતાથી પહોંચી શકે.

એરપોર્ટ પર 4 કેબ 24 કલાક મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે
એરપોર્ટ પર 4 કેબ 24 કલાક મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે

પિકઅપ-ડ્રોપ ટાઈમ 5 મિનિટનો કરતા વિરોધ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી ખાનગી કંપની અદાણીએ 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં ડબલ વધારો કર્યો છે. તેની સાથે વધુ એક નિર્ણય મુજબ હવે અદાણીએ એરપોર્ટ પર પેસેન્જરો મુકવા કે લેવા આવતા સંબંધીઓ માટે ફ્રી સમય મર્યાદા અગાઉથી 15 મિનિટથી ઘટાડી 5 મિનિટ કરી દીધી છે. બીજી બાજુ રોડ પર તૈયાર થનારા પાર્કિંગ ટોલ બુથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં કારને ઓછામાં ઓછા 7થી 8 મિનિટનો સમય લાગે છે.

એરપોર્ટના કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી
એરપોર્ટના કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી

એરપોર્ટના કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ
ગુજરાતમાં કોરોના વાયરસ હવે બેકાબુ થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે તમામ વિભાગોને કડક સૂચના આપી દેવામાં આવી છે. તે ઉપરાંત કોરોનાનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓને વેક્સિન આપવાની શરુઆત પણ કરી દીધી છે. અમદાવાદમાં એરપોર્ટ પરના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી છે.

એરપોર્ટ પર ટેસ્ટિંગ સેન્ટર પણ શરુ કરાયુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટના તમામ કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. કારણ કે એરપોર્ટ પર મુસાફરોની અવર જવર વધુ જોવા મળે છે. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટ માટે એરપોર્ટની અંદર અને બહાર એમ 2 જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જોકે DGCA દેશમાં આવતી-જતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે.વિદેશથી આવેલા તમામ મુસાફરોને RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ જ એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો