વાલી મંડળનો CMને પત્ર:ગુજરાતમાં ખાનગી સ્કૂલોને FRCએ પાંચ ટકા કરતાં વધુ ફી વધારો ના આપવો જોઈએ,વાલીઓ પર મોંઘવારીની અસર

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ફીનો મુદ્દો વધુ વિવાદ સર્જી રહ્યો છે. ખાનગી સ્કૂલોએ ફી વધારા માટે FRCમાં દરખાસ્ત મૂકી છે. ત્યારે ખાનગી સ્કૂલોને ફીમાં 5 ટકાથી વધુ વધારો નહીં આપવા વાલી મંડળે માંગણી કરી છે. રોજેરોજ વધી રહેલી મોંઘવારીના કારણે વાલીઓને અસર થઈ રહી છે. જેથી સ્કૂલોની ફી ના વધે તે જરૂરી છે.વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલે જાણ કરી છે.

નવી સરકાર પાસે પણ વાલીઓને આશા
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, 2022-23ના વર્ષમાં ફી વધારવા માટે ખાનગી સ્કૂલોએ એફિડેવિટ કર્યું છે.અત્યારે મોંઘવારી વધી રહી છે અને વાલીઓ પાસે જોઈએ તેવા ધંધા રોજગાર નથી. જેથી FRCમાં વર્ષ 2022-23માં 5 ટકા કરતા વધુ ફી વધારો ના આપવો જોઈએ. પહેલું સત્ર પુરૂ થવા આવ્યું છે હવે બીજું સત્ર શરૂ થશે. છતાં FRCએ ફી મંજુર કરી નથી. આ વર્ષે ઇલેક્શન પણ આવી રહ્યું છે. જેથી નવી સરકાર પાસે પણ વાલીઓને આશા છે.

5 ટકાથી વધુ વધારો ના આપવો જોઈએ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ 25 ટકા ફી માફીની જાહેરાત કરી પરંતુ ફી માફી મળી નહોતી. ત્યારે હવે આ વર્ષે જે સ્કૂલોએ વધારો માંગ્યો છે તેમને 5 ટકાથી વધુ વધારો ના આપવો જોઈએ.ફી વધારો થાય તો તેનો બોજ વાલીઓને પડશે. FRC જલ્દીથી ફી નક્કી કરે અને સ્કૂલોને જાણ કરે જેથી સ્કૂલો દરખાસ્ત મુજબ પણ વધારો ના લઈ શકે.

અન્ય સમાચારો પણ છે...