તપાસના આદેશ:FRCએ અમદાવાદ DEOને સેટેલાઈટની આર.એચ,કાપડિયાને 25 ટકા ફી માફી અને વાડજની સ્વસ્તિક સ્કૂલને વધુ ફી લેવા બદલ તપાસના આદેશ આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
DEO કચેરી - Divya Bhaskar
DEO કચેરી
  • વાડજની સ્વસ્તિક સ્કૂલ દ્વારા FRC કરતા વધુ ફી લેવા કહ્યું હતું
  • સેટેલાઈટની આર.એચ,કાપડિયા સ્કૂલ દ્વારા 2020-21માં 25 ટકા ફી માફી આપી ન હતી

કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન થતા અને લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 2020-21ના વર્ષમાં 25 ટકા ફી માફી અંગેનો નિર્ણય કર્યો હતો. ત્યારે કેટલીક સ્કૂલોએ ફી માફી ના કરી ના હોવાની ફરિયાદ થઇ હતી. ઉપરાંત એક સ્કૂલે FRC કરતા વધુ ફી લીધી હોવાની ફરિયાદ થઇ છે જેથી FRC દ્વારા DEOને 2 સ્કૂલો સામે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

વાલી મંડળે 6 સ્કૂલ સામે વધુ ફીની ફરિયાદ કરી હતી
ગુજરાત વાલી મંડળના પ્રમુખ આશિષ કણઝારીયાએ FRCમાં 6 સ્કૂલોએ FRC કરતા વધુ ફી લેવા બાબતે અને ગત વર્ષે 25 ટકા ફી માફી ના કરવા બાબતે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે FRC અમદાવાદ ઝોન દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને સ્વસ્તિક સ્કૂલ વાડજ દ્વારા FRC કરતા વધુ ફી લેવા બાબતે અને સેટેલાઈટની આર.એચ,કાપડિયા સ્કૂલ દ્વારા 2020-21માં 25 ટકા ફી માફી ના આપવા બાબતે તપાસ કરવા જણાવ્યું છે.

તપાસની માહિતી અરજદાર અને FRC 10 દિવસમાં કરાશે
બંને સ્કૂલો સામે 10 દિવસમાં તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં તથ્ય જણાય કે ના જણાય પરંતુ તપાસની માહિતી અરજદાર અને FRCને મોકલી આપવા જણાવ્યું છે. FRCના આદેશ બાદ DEO કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર સુધીમાં DEO રિપોર્ટ તૈયાર કરીને FRCને સોપશે જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.