તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી કરનારાઓની ધરપકડ:પુરુષો સાથે મિત્રતાના નામે ઠગાઈ કરતી ગેંગના 3 દિલ્હીથી ઝડપાયા, એક આધેડ સાથે મિત્રતા કરી વિદેશી યુવતીએ 31 લાખ પડાવ્યા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઝડપી લીધેલા આરોપીઓ - Divya Bhaskar
પોલીસે ઝડપી લીધેલા આરોપીઓ
  • લોકોને છેતરતા એક નાઈઝિરિયન યુવક અને મણિપુરના બે યુવકોની સાયબર ક્રાઈમે દિલ્હીથી ધરપકડ કરી
  • સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી સંબંધ કેળવતા હતા
  • અમદાવાદના આધેડ સાથે 32 લાખની ઠગાઈ આચરતાં ભાંડો ફૂટ્યો

શહેરના એક આધેડવયના પુરુષને સોશિયલ મીડિયા પર એક વિદેશી યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી, તેમને ગિફ્ટ મોકલવાના નામે ટેક્સ અને અન્ય ચાર્જ ભરવાના નામે રૂ.31.41 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે સાઈબર ક્રાઈમની ટીમે નાઈજીરિયન નાગરિક સહિત ત્રણની દિલ્હીથી ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આરોપીઓ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ ખોલી લોકોને ઠગતા હતાં
અમદાવાદના 52 વર્ષીય પુરુષની સાથે વિદેશી યુવતીએ મિત્રતા બાંધી, તેમના માટે ગિફ્ટ મોકલી હોવાનું કહ્યું હતું. બીજા દિવસે તેમના પર ફોન આવ્યો હતો, જેમાં દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી બોલતા હોવાનું અને તેમના માટે વિદેશથી પાર્સલ આવ્યું હોવાનુ કહ્યું હતું. આધેડે પૈસા ભરવાનો ઈન્કાર કરતાં તેમની પર મની લોન્ડરિંગનો કેસ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે રૂ. 31.41 લાખની છેતરપિંડી આચરી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
સંયુક્ત પોલીસ કમિશનર અમિત વિશ્વકર્મા, ડીસીપી અમિત વસાવાની સૂચનાને પગલે પીઆઈ સી.યુ.પરેવાને તપાસ સોંપાઇ હતી. આ કૌભાંડ દિલ્હીમાંથી ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. સાઈબરની એક ટીમ દિલ્હી ગઈ હતી જ્યાંથી નાઈજીરિયન ઉડેચુકવુ ઈયુગેને ઓન્યેબુચી (રહે.દિલ્હી) અને તેના બે સાગરીત માંગખોલુંન ખોથાંગ હાઉકીપ (રહે.દિલ્હી, મૂળ મણિપુર)અને હેંખોલમ પાસોઈ હમાર(ઉં.24,રહે.મુનિરકા, સાઉથ વેસ્ટ દિલ્હી, મૂળ મણિપુર)ની ધરપકડ કરી હતી.

ગુનામાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી
ગેંગ પાસેથી 10 મોબાઇલ, અલગ-અલગ બેંકના કાર્ડ, પાસબુક, ચેકબુક, આધારકાર્ડ અને પાનકાર્ડ મળ્યા છે. ઉપરાંત આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તમામ બેન્ક એકાઉન્ટ આઠ હજારથી લઈ 15 હજાર રૂપિયાના ભાડા પર મેળવ્યા હતા. સાથે આ ગુનામાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગિફ્ટ આપવાના નામે છેતરપિંડી કરતી આ ગેંગની મોડસ ઓપરેન્ડી અને તેમની પાસેથી મળી આવેલી બેંકની વિગતોના આધારે તપાસ કરતા અન્ય ફરિયાદો પણ સામે આવશે. સાથે સાથે આ ગેંગના અન્ય ફરાર આરોપીઓ પણ પોલીસના હાથે લાગશે. હવે જોવું રહ્યું કે આરોપીઓની પૂછપરછમાં કેવાં કેવાં નવા ખુલાસા થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો