છેતરપિંડી:25 લાખમાં 3 ફ્લેટ આપવાનું કહી નિવૃત્ત શિક્ષક સાથે ઠગાઈ, સેટેલાઇટમાં બિલ્ડર પિતા-પુત્રી સામે ગુનો નોંધાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક કરતાં વધારે લોકોને ફ્લેટ વેચી દીધા

સેટેલાઈટ શુભદર્શન ટાવરમાં રૂ. 25 લાખમાં ત્રણ ફલેટ આપવાની લાલચ આપીને બિલ્ડરે નિવૃત્ત શિક્ષક પાસેથી પૈસા પડાવ્યા હતા. જોકે આ જ સ્કીમમાં બિલ્ડરે એક ફલેટ એક કરતાં વધારે ગ્રાહકને વેચી દીધા હતા, જેથી બિલ્ડરે નિવૃત્ત શિક્ષકને ફ્લેટ નહીં આપી તેમ જ પૈસા પણ પાછા નહીં આપી છેતરપિંડી કરી હોવાથી નિવૃત્ત શિક્ષકે બિલ્ડર અને તેમના દીકરી વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ આપેલા ચેક પણ બાઉન્સ થયા
ઘાટલોડિયાના શિવમ ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત સુરેશચંદ્ર પટેલે  બિલ્ડર મફતલાલ અને તેમની પુત્રી હેતલબહેન પાસેથી સેટેલાઈટમાં શુભદર્શન ટાવર સ્કીમમાં રૂ.25 લાખનું રોકાણ કરીને 3 ફલેટ ખરીદવાનું નક્કી કર્યું હતુું આપવાની વાત કરી હતી, જેથી પરંતુ મફતલાલે આજ દિન સુધી તેમને ફ્લેટ કે પૈસા પાછા આપ્યા ન હતા. જોકે મફતલાલે આ પૈસાની સામે સુરેશચંદ્રને ચેકો આપ્યા હતા. તે પણ બાઉન્સ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...