તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:1 કરોડ સામે 2 કલાકમાં સવા કરોડના વળતરનું કહી વેપારી સાથે છેતરપિંડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વેપારીએ મિત્રો પાસેથી ઉછીના લઈ 1 કરોડની વ્યવસ્થા કરી હતી
  • નવરંગપુરા પોલીસમાં પટેલ રાજેશકુમાર રમેશભાઈ આંગડિયા પેઢીના માલિક સહિત આઠ સામે સેટેલાઇટના વેપારીની ફરિયાદ

આંગડિયા પેઢીમાં 1 કરોડ જમા કરાવો અને 2 કલાકમાં 1.25 કરોડથી 1.40 કરોડનું વળતર મેળવો. આ પ્રકારની લોભામણી જાહેરાત કરીને નવરંગપુરાની પટેલ રાજેશકુમાર રમેશભાઈ આંગડિયા સર્વિસના માલિક સહિતના લોકોએ ભેગા મળી સેટેલાઈટના વેપારી પાસેથી 1 કરોડ પડાવી લીધા હતા. પૈસા પાછા ન મળતા વેપારીએ પેઢીના માલિકો સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

વેજલપુર ઓમ શાંતિનગરમાં રહેતા રાજકુમાર શુકલા (44) જોધપુર ચાર રસ્તા ખાતે મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામથી પ્રિન્ટિંગ મટિરિયલનું ટ્રેડીંગ કરે છે. તા. 5 જૂન 2021ના રોજ જયેશભાઈ ઘનશ્યામભાઈ પંજવણીએ રાજકુમારને ફોન કરીને કહ્યું હતંુ કે આંગડિયાની એક સ્કીમ છે. જેમાં 1 કરોડ જમા કરાવીને 2થી 3 કલાકમાં 1.25 કરોડ થી રૂ.1.40 કરોડ સુધીનું વળતર મેળવો. તેમ કહેતાં રાજકુમારે મિત્રો તેમ જ વેપારીઓ પાસેથી ઉછીના લઈને રૂ.1 કરોડની વ્યવસ્થા કરી હતી.

ત્યારબાદ પૈસા લઈને જયેશભાઈના જણાવ્યા અનુસાર નવરંગપુરા સીજી રોડ પીયુરાજ ચેમ્બર્સમાં આવેલી પટેલ રાજેશકુમાર રમેશભાઈ આંગડિયા સર્વિસની ઓફિસે પહોંચી ગયા હતા. ત્યાં હાજર રાજેશભાઈ રમેશભાઇ પટેલ, જયેશભાઈ ઘનશ્યામભાઈ પંજવણી, અલ્લાઉદ્દીન ખાન ઉર્ફે મલીક, પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પટેલ, ચિંતન પ્રકાશભાઈ ઘોરેડા, દિપક મનસુખભાઈ પરમાર, ગોપાલભાઈ અને અભિષેક શુકલાને રાજકુમારે રૂ.1 કરોડ આપ્યા હતા. આ પૈસા 2થી 3 કલાકમાં રૂ.1.25 કરોડ થી રૂ.1.40 કરોડ સુધી કરી આપવાનું કહીને આ લોકોએ પૈસા પડાવી લીધા બાદ પૈસા પાછા આપ્યા ન હતા. જેથી આ અંગે રાજકુમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...