એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા વ્યક્તિઓને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી પીન મેળવીને પૈસા મેળવી ઠગાઈ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. બીજી બાજુ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી, પોલીસ આરોપીને શોધી રહી હતી., આ દરમિયાન બાતમીના આધારે રાજવીર ઉર્ફે ચિન્ટુ ઉર્ફે રીજવાન સૈયદને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી અલગ અલગ બેંકના 30 ડેબીટ કાર્ડ, 42 હજાર રોકડા તથા એક મોબાઈલ ફોન મળી આવતા પોલીસે જપ્ત કરીને આરોપીની પુછપરછ હાથધરી હતી. પ્રાથમિક પુછપરછમાં આરોપી રાજવીર ઉર્ફે ચિન્ટુએ જણાવ્યુ હતુ કે, અલગ અલગ જગ્યાએ એટીએમ મશીન પાસે ઉભા રહીને એટીએમ મશીનમાં આવતા લોકોને મદદ કરવાના બહાને ઓરીજીનલ એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી ટુપ્લીકેટ એટીએમ તેમને આપી દેતો હતો, બાદમાં તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને ઠગાઈ કરતો હતો. જેથી સરખેજ પોલીસે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી તે સહીતની પુછપરછ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.