તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:પેટ્રોલપંપમાં ભાગીદાર બનાવવાનું કહી મહિલા સાથે 70 લાખની ઠગાઈ

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે મહિલાની ફરિયાદ
 • ભાગીદારીનો કરાર કર્યા પછી શખસે જરૂરિયાત મુજબ પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા પણ ભાગીદાર બનાવ્યા નહીં

શહેરના નવરંગપુરામાં રહેતા એક પરિવાર સાથે નરોડા ખાતે આવેલા પેટ્રોલપંપમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ટુકડે-ટુકડે રૂ. 70.94 લાખ લઈને ભાગીદાર નહીં બનાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ અંગે મહિલાએ ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નવરંગપુરા વિશ્રામ ફલેટમાં રહેતા જયશ્રીબા અનિરૂદ્ધસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના પતિ સાથે લીફટના પાર્ટસનું વેચાણ કરવાનું કામકાજ કરે છે. દરમિયાન તેમના પતિના મિત્રો થકી તેમની ઓળખાણ નરોડા ખાતે ભગત પેટ્રોલિયમ સર્વિસિસના માલિક પ્રવીણ રવાભાઈ રબારી(રહે. હરિદ્રાર સોસાયટી,નરોડા) સાથે 2018માં થઈ હતી. પ્રવીણભાઈએ અનિરૂદ્ધસિંહને પેટ્રોલપંપમાં ભાગીદારની જરૂર હોવાનું કહી પોતાના ભાઈઓ મહેશ અને જયેશ સાથે તેમની મીટિંગ કરાવી ભાગીદારીનો દસ્તાવેજ નોટરી મારફતે કરાવ્યો હતો.

દરમિયાન પ્રવીણભાઈએ ધંધા માટે નક્કી થયેલા નાણાંની જરૂર પ્રમાણે અનિરૂ્દ્ધસિંહ પાસે માગ કરતા તેમણે કુલ રૂ.70,94,950 આપ્યા હતા. પરંતુ તેમને પેટ્રોલપંપમાં ભાગીદાર બનાવ્યા ન હતા. આ અંગે જયશ્રીબા ગોહિલે પ્રવીણ, જયેશ અને મહેશ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાતચીત કરવા ગયા તો મારવાની ધમકી આપી
જયશ્રીબાની ફરિયાદ અનુસાર જયારે તેમને પેટ્રોલપંપમાં ભાગીદાર નહીં બનાવવા બાબતે જાણ થઈ ત્યારબાદ આ મામલે વાતચીત કરવા માટે પેટ્રોલપંપ પર ગયા ત્યારે પ્રવીણભાઈ તથા જયેશભાઈ ત્યાં હાજર હતા. તેમનેે અગાઉ કોઈ વ્યકિત સાથે મગજમારી થઈ હતી તેમાં તેને માર માર્યો હતો. તેના સીસીટીવી ફુટેજ બતાવ્યા હતા અને ધમકી આપી હતી કે તમારા સગા ભાગ માગે કે ધંધા પર બેસવા આવશે તો તેઓના પણ આવા હાલ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો