તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:NID કર્મચારી સાથે આંદામાનની ટૂરના બહાને 6 લાખની છેતરપિંડી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 મેમ્બરોની ટૂરનું પેકેજ રૂ. 7.66 લાખમાં નક્કી થયું હતું

એનઆઈડીના સ્ટાફ મેમ્બર અને તેમના પરિવારના સભ્યો મળીને 20 જણાંને આંદામાન ટૂર્સના માલિકે રૂ.7.66 લાખમાં ટૂર પેકેજ આપ્યું હતું. જેમાં અમદાવાદથી પોર્ટબ્લેર ફલાઈટમાં જવાનું, હોટલનો સ્ટે અને ફ્લાઈટની રિટર્ન ટિકિટનો સમાવેશ થાય છે. પરંતુ લોકડાઉનના કારણે ટૂર કેન્સલ થતા ટૂર્સના માલિકે પૈસા પાછા આપ્યા ન હતા અને નવું પેકેજ પણ આપ્યું ન હતું.

ખોખરા સર્કલ પરિષ્કાર-1માં રહેતા નરેશ કનૈયાલાલ નાગર 19 વર્ષથી એનઆઈડીમાં ફરજ બજાવે છે. નવેમ્બર-19માં ઓફિસ સ્ટાફના તાજુદ્દીન શેખ, અજય સહસ્રબુધ્ધે, મનસુખ પટેલ, સોમાભાઈ દેસાઈ, ભીખાભાઈ કલાલે સાથે મળીને આંદામાન-નિકોબાર ફરવા જવાનું નક્કી કર્યું હતું. જેથી આંદામાન ટૂર્સના માલિક વિવેકલાલ પાસે 20 મેમ્બરોનું ક્વોટેશન મગાવ્યું હતું. જેમાં ફ્લાઈટની ટિકિટ, હોટેલમાં રહેવા સાથેનું રૂ.7.66 લાખનું પેકેજ આપ્યું હતું. જેમાં 6.08 લાખ એડવાન્સ અને બાકીના 1.58 લાખ પહોંચીને આપવાના હતા. જેથી 6 પરિવારે 6.08 લાખ ભરી દીધા હતા. વિવેકલાલે 19 એપ્રિલ 20થી 25 એપ્રિલ 2020નું અમદાવાદથી પોર્ટબ્લેરનું આવવા જવાની એર ટિકિટ અને રહેવા સાથેનું પેકેજ બુક કરી તેમને ટિકિટો મોકલી આપી હતી. લોકડાઉનના લીધે ટૂર કેન્સલ થતાં વિવેકલાલે પૈસા પાછા આપ્યા ન હતા. જેથી નરેશ નાગરે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજું પેકેજ આપ્યું, તે પણ કેન્સલ થયું હતું
એપ્રિલ માસની ટૂર કેન્સલ થતાં વિવેકલાલે નરેશભાઈ સહિત 20 જણાંને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટનું પેકેજ આપ્યું હતું. પરંતુ સરકારે શનિ-રવિનું લોકડાઉન જાહેર કર્યું હોવાથી તે ટિકિટ પણ કેન્સલ થઇ હતી. ત્યારબાદ વિવેકલાલે બીજી ટિકિટો આપી ન હતી કે નવું પેકેજ પણ બુક કરાવી આપ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...