ઠગાઈ:અમદાવાદના સોલામાં ફ્રૂટના વેપારી પાસેથી માલ મેળવી 55.70 લાખની છેતરપિંડી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીએ ચાર સામે સોલા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી
  • જે માણસને​​​​​​​ નોકરીએ રાખ્યો તેણે જ અન્ય વેપારીઓ સાથે મળી ઠગાઈ કરી

સોલામાં રહેતા ફ્રૂટના વેપારી પાસેથી માલ લઈને શરૂઆતમાં નિયમિત પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યા બાદ વેપારીઓ અને કમિશન એજન્ટ મળીને ચાર જણાંએ વેપારી પાસેથી રૂ. 55.70 લાખનો માલ લઈને પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ મામલે વેપારીએ ચાર સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોલાની સોહમ રેસિડેન્સીમાં રહેતા હંમેશભાઈ પટેલ એસજી હાઈવે પાસે ઓફિસ ધરાવીને ભાગીદારીમાં પ્રીમિયર એગ્રો નામથી ફ્રૂટનો વેપાર કરે છે. થોડા મહિના પહેલા તેમના ભાગીદાર પાર્થ પટેલના મિત્ર સાગર કીર્તિભાઈનો સંપર્ક હંમેશભાઈ સાથે થયો હતો.

તેમની સાથે વાત થયા બાદ સાગરને નોકરીએ રાખવામાં આવ્યો હતો. જો કે થોડા દિવસ સુધી સાગરે તેનું કામ સારી રીતે કરીને પૈસા ઓફિસમાં જમા કરાવ્યા હતા. કડીના વેપારી દિલીપ પ્રજાપતિ, રમેશ માળી અને ગાંધીનગરના રવિ પટેલે 22 લાખના ફ્રૂટ-વેજીટેબલના ઓર્ડર સામે રૂ.2.89 લાખ અને થોડા દિવસ બાદ બીજા 40 લાખના ઓર્ડર સામે રૂ.4.99 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. બાકીના પૈસા ન મળતા હંમેશભાઈએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે સાગરે વેપારીઓ સાથે મળીને પૈસા વહેંચી લીધા છે. જેથી હંમેશભાઈએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવ્યો
હોલસેલમાં માલસામાન લઈને પાંચ દિવસમાં પેમેન્ટ કરવાની શરત મુજબ ત્રણે વેપારીઓ શરૂઆતમાં નિયમિત પૈસા આપતા હતા. ત્યારબાદ રૂ.55.70 લાખનો માલ લઈને પૈસા નહીં આપી છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...