કાપડના વેપારી સાથે છેતરપિંડી:ગ્રે કાપડનો માલ ખરીદી વેપારી સાથે 5.38 કરોડની ઠગાઇ કરી; ન્યુ કલોથ માર્કેટના વેપારીએ દાણીલીમડામાં ફરિયાદ નોંધાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બે વેપારીએ માલ ખરીદી બારોબાર વેચી દીધો

સારંગપુર પાસે આવેલ ન્યુ કલોથ માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદી તેના રૂ.5.38 કરોડ નહીં આપી ઠગાઇ કરી છે. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે અન્ય ત્રણ વેપારી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રહલાદનગર ગ્રીન બ્લોસમમાં 52 વર્ષીય કિશોરભાઇ ચોપડા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ સારંગપુર પાસે આવેલ ન્યુ કલોથ માર્કેટમાં દુકાન ધરાવી સર્વોદય ફેબ ફર્મ નામથી કાપડનો ધંધો કરે છે. ગત 26 ફેબ્રુઆરી 2019 થી 31 ફેબ્રુઆરી 2020 સુધી મૂળ રાજસ્થાનના વેપારી ગોરવ વહોરા અને સુરેશ વહોરાએ ભેગામળી કિશોરભાઇનો વિશ્વાસ કેળવીને તેમની પાસેથી અલગ-અલગ બિલથી રૂ.1.33 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પૈસા આપ્યા ન હતા. ત્યાર બાદ તેમણે ફરી આગળના પૈસા આપી દેશે એમ કહીને વધુ રૂ.2.5 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદી કરી હતી.

આ બંને વેપારીઓ ગોરવ વહોરા અને સુરેશ વહોરાએ આ માલને મહારાષ્ટ્રના આનંદ બાગરેચાને વેચી પૈસા રોકડા કરી દીધા હતા. માલ વેચીને પૈસા આવી ગયા હોવા છતાં બંને વેપારીઓએ કિશોરભાઈને આપવાના થતાં રૂપિયા પરત આપ્યા ન હતા. બીજી તરફ પાંચ કરોડથી વધુ રકમ લેવાની હોવાથી તેઓ વારંવાર ઉઘરાણી કરતા હતા અને વેપારીઓ તેમને એક પછી એક વાયદાઓ આપતા હતા.

તેમ છતાં કિશોરભાઇએ આ ત્રણ જણા પાસે માલના બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા તેમ છતાં રૂપિયા ન મળતા તેઓ કંટાળીને પોલીસ ફરિયાદ કરશે તેવું પણ કહ્યું તેમ છતાં વેપારીઓએ તેમને બાકી રૂપિયા આપ્યા ન હતા. આખરે કંટાળીને કિશોરભાઇએ આ ગોરવ વહોરા, સુરેશ વહોરા અને મહારાષ્ટ્રના આનંદ બાગરેખા સામે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેના આધારે પોલીસે હવે ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...