તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ પ્રોડ્યુસર સામે ફરિયાદ:ગુજરાત ટૂરિઝમ વિભાગમાં વીડિયોનું કામ અપાવવાના બહાને રૂ.4 લાખની છેતરપિંડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર યશ વૈદ્ય સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગમાં પ્રોજેક્ટના વીડિયોનું કામ અપાવવાના બહાને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર યશ વૈદ્યે રૂ.4 લાખ પડાવ્યા હોવાની વધુ એક ફરિયાદ પાલડી પોલીસમાં નોંધાઈ છે, જેમાં 4 લાખની સામે 27 લાખનું વળતર અપાવવાની બાંહેધરી આપી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, મેમનગરની ભક્તિનગર સોસાયટીમાં રહેતો ધર્મ પાટડિયા (ઉં. 31) અંજલિ ચાર રસ્તા પાસે આવેલા જાજ મ્યુઝિક એન્ડ સ્ટુડિયોમાં ચીફ માર્કેટિંગ ઓફિસર છે. ફેબ્રુઆરીમાં ધર્મ કંપનીના માર્કેટિંગ માટે કિલ એન્ટરટેઇન્મેન્ટ અને હિપ્સ્ટર મીડિયાના માલિક તેમ જ ફિલ્મ પ્રોડ્યુસર યશ વૈદ્યને તેમની આવનારી 2 ગુજરાતી ફિલ્મના ઓનલાઇન પ્રમોશન માટે મળ્યો હતો ત્યારે યશે ધર્મને કહ્યું હતું કે, ટૂરિઝમ વિભાગના પ્રોજેક્ટના વીડિયોનું કામ અપાવાનું કહી ડિપોઝિટ પેટે 3 લાખ અને ટીડીએસના 1 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. આ સાથે 4 લાખની સામે 27 લાખનું વળતર મળશે તેવું જણાવ્યું હતું, જેના લેેખિત કરાર કરાયા હતા અને યશ વૈદ્યને પૈસા આપ્યા હતા છતાં યશે કામ ન અપાવી પૈસા પાછા નહીં આપીને છેતરપિંડી કરી હતી. આથી આ અંગે ધર્મે યશ વૈદ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...