તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કપડાંની કંપનીમાં નોકરી અપાવાનું કહી યુવક સાથે 28 હજારની ઠગાઈ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાંદખેડાના યુવકને વાર્ષિક 45 લાખના પેકેજની લાલચ આપી હતી
 • ઈન્ટરવ્યૂ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ અને વેરિફિકેશનના નામે પૈસા પડાવ્યા

વાર્ષિક 45 લાખના પગારથી એલેન સોલીમાં નોકરી અપાવાનું કહી ગઠિયા ટોળકીએ ચાંદખેડાના પુરુષ પાસેથી 28,199 પડાવ્યા હતા, જેમાં ઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ અને વેરિફિકેશનના ચાર્ડ પેટે 32,600 ભરવાનું કહેતાં શંકા જતા ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી હતી.

મોટેરા કોટેશ્વર રોડના શરણ સેફાયરમાં રહેતા મધુકુંજ કૈલાસ ઠાકુરે(51) જૂન 2020માં નોકરી માટે ઓનલાઈન હેડ ઓફ સપ્લાય ચેન મેનેજમેન્ટ લોજિસ્ટિકમાં કરેલા એપ્લાઇના આધારે તેમના પર ઉદયશંકરનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ‘સર્વિસ એટ ધ રેટ શાઈન ફોર જોબ ડોટ ઈન’ના કર્મચારીની આપી વાર્ષિક 45 લાખના પગારથી એલેન સોલી કંપનીમાં નોકરી અપાવવાનું કહી ઈન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ ચાર્જ પેટે 21,300 ભરવાનું કહેતાં તે પણ ભરી દીધા. ત્યારબાદ વેરિફિકેશનના 32,600 ભરવાનું કહેતાં શંકા જતાં તેમણે 28,199 પાછા માગ્યા હતા. જોકે તેમણે પૈસા આપવાની ના પાડતા મધુકુંજભાઈએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો