છેતરપિંડી:દાગીના પર લાેન અપાવવાનું કહી મહિલા સાથે 2.70 લાખની ઠગાઇ, અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરાઈવાડીમાં રહેતી મહિલાને યુવકે સાેનાના દાગીના પર લાેન અપાવવાનું કહી 2.70 લાખની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, મણિનગરમાં રહેતા હંસાબેનના ઘરે દીપક ગર્ગ નામનો વ્યક્તિ ભાડે મકાન શાેધવા માટે આવ્યાે હતાે. આ દરમિયાન હંસાબેને દીપકને કહ્યું હતું કે, ‘પાેતાના દીકરાએ લાેન પર કાર લીધી છે, પરંતુ કાેરાેનાના કારણે હપતા ભર્યા નથી, જેથી લાેન કરી આપાે તાે સારું.’ આથી દીપકે સાેનાના દાગીના પર સસ્તા દરે લાેન અપાવવાની વાત કરી હતી.

બીજા દિવસે દીપકે સાેનાનાં ઘરેણાં લઈને બેંકમાં જવાના બહાને બાેલાવ્યા હતા. થાેડા સમય પછી દીપકે કહ્યું હતું કે, ‘તમારા નામે લાેન નહીં થાય. મારા નામે લાેન કરું છું.’ આમ કહી 4.70 લાખના સાેનાના દાગીના લીધા હતા. ત્યારબાદ દીપકે હંસાબનેને 2 લાખ આપ્યા હતા અને બાકીના રૂ.2.70 લાખ આપવામાં ગલ્લાતલ્લા કરતો હતો. આથી હંસાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...