છેતરપિંડી:IPL ફાઇનલની 139 ટિકિટનું કહીને 2.56 લાખની ઠગાઈ; ‘જય શાહ બોલું છું, ટિકિટ થઈ જશે’ કહી ઠગ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કમિટી મેમ્બર હોવાનું કહી MBAના વિદ્યાર્થી પાસેથી બુકિંગ પેટે ઓનલાઇન પૈસા પડાવ્યા

આઈપીએલ ફાઇનલની 139 ટિકિટ આપવાનું કહી ગઠિયાએ 2.56 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ 23 વર્ષના યુવકે અમદાવાદ જિલ્લા સાઇબર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે જય શાહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે.

એમબીએ ભણતા વહેલાલના તરંગ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 26મેએ જય શાહ નામની વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે, ‘આઈપીએલની ફાઈનલની ટિકિટ જોઈતી હોય તો હું કરાવી આપીશ. હું સ્ટેડિયમની ટિકિટ ફાળવણી કમિટીમાં મેમ્બર છું. ટિકિટો હું સેટ કરાવી આપીશ.’ ત્યાર બાદ તરંગ અને તેના મિત્રોને 18 ટિકિટની જરૂર હતી. તરંગે જય સાથે વાત કર્યા બાદ રૂ. 2 હજારના દરની 5 અને 2500ના દરની 13 મળી કુલ 18 ટિકિટ બુક કરાવી 42,500 ગૂગલ પેથી જયના ખાતામાં જમા કરાવ્યા હતા.

જયે 27 મેએ બપોર સુધીમાં ટિકિટો આપવા જણાવ્યું હતું, પરંતુ 27મીએ સવારે તરંગે જયને બીજી 121 ટિકિટ સાઉથ બેસ્ટ પ્રીમિયમ બોક્સ માટે બુક કરવા કહ્યું હતું. બોક્સની 45 ટિકિટના 1.25 લાખ અને અન્ય 76 ટિકિટના 88,500 મળી રૂ. 2,13,500નું પેમેન્ટ કરી દીધું હતું. આમ તરંગે જયને 2 દિવસમાં 139 ટિકિટના 2.56 લાખ આપ્યા હતા, પરંતુ જયે પૈસા લઈને ટિકિટ આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...