છેતરપિંડી:આર્મીમેનને ટ્રાવેલિંગના ધંધામાં રોકાણ કરાવી નફાની લાલચ આપી રૂ.22 લાખની ઠગાઈ, રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નિવૃત્ત આર્મીમેનને ટ્રાવેલિંગને ધંધામાં સારા નફાની લાલચ આપી તેમની સાથે 21.95 લાખની ઠગાઈ થયાની ફરિયાદ રામોલ પોલીસમાં નોંધાઈ છે. નવા નરોડામાં રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત આકાશભાઈ ઓમ ટ્રેડ નામનું કારખાનું ધરાવી આયુર્વેદ દવાના રો-મટીરિયલ્સનો વેપાર કરે છે.

​​​​​​​વસ્ત્રાલમાં તેમના સસરાની પડોશમાં પ્રતીક રાકેશપ્રસાદ પાલ નામનો યુવક રહેતો હતો. આથી આકાશભાઈ તેમને સારી રીતે ઓળખતા હતા. દરમિયાન એક દિવસ પ્રતીક પાલે આકાશભાઈને કહ્યું હતું કે, હું ગાડીઓ લેવેચનું કરું છું, તેમાં સારો નફો મળે છે, પરંતુ હાલ મારી પાસે પૂરતા પૈસા નથી. તમે આર્મીમાંથી રિટાયર્ડ થયા છો, તો કારના વેચાણમાં રૂપિયાનું રોકાણ કરો. બાદમાં ગાડીઓના અલગ અલગ ફોટો બતાવીને રોકાણ કરવા માટે આકાશભાઈ પાસેથી તેણે રૂ.21.95 લાખ લીધા હતા. મહિના પછી આકાશભાઈએ પ્રતીકને પૈસા અને ગાડી બાબતે વાત કરી તો પ્રતીકે ગલ્લાંતલ્લાં કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...