વિદેશ જવાની ઘેલછામાં પૈસા ગુમાવ્યા:અમદાવાદના એન્જિનિયર યુવક સાથે જર્મનીના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 18.50 લાખની છેતરપિંડી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેતરપિંડી - Divya Bhaskar
છેતરપિંડી
  • આરોપીઓએ યુવક પાસેથી પૈસા લઈને અમદાવાદ-ગુડગાંવની ઓફિસ બંધ કરી દીધી

શહેરના ચાંદખેડામાં એન્જિનિયર થયેલા યુવક સાથે જર્મનીના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 18.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો બનાવ બન્યો છે. જ્યારે લાંબા સમય બાદ પણ યુવકને વિઝા ન મળતા એજન્સીની અમદાવાદ અને ગુંડવાગની ઓફિસે પૈસા પાછા લેવા જતા ત્યાં તાળા લટકતા જોવા મળ્યા હતા. જેથી પોતાના દીકરા સાથે છેતરપિંડી કરાઈ હોવાની જાણ થતા યુવકના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઈન્ટરનેટ પરથી એજન્સીની જાણકારી લીધી હતી
ઘટનાની વિગતો મુજબ, ચાંદખેડામાં રહેતા નિવૃત્ત રેલવે કર્મી રામકિશન મંગલપ્રસાદના દીકરા સુપ્રાતકુમારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. જોકે તેને માસ્ટર ઓફ સાયન્યની ડિગ્રી માટે જર્મની જવાનું હોવાથી 2018માં ઈન્ટરનેટ દ્વારા સર્ચ કરતા હરિયાણાના ગુડગાંવમાં યુનીઆસિસ્ટ પ્રા. નામની કંપનીની જાણ થઈ હતી. જેનો સંપર્ક કરતા રાણાદીપ ગોસલ નામની વ્યક્તિએ પ્રોસેસિંગ ચાર્જના એડવાન્સ પેટે પૈસા આપવાનું જણાવ્યું હતું અને પોતાની અમદાવાદમાં આવેલી ઓફિસનું એડ્રેસ આપ્યું હતું.

અમદાવાદની ઓફિસમાં 9.15 લાખ ભર્યા
જેથી સુપ્રાતકુમારે આશ્રમરોડ પર આવેલી અનંતા અનબાઉન IELTS નામના કોચિંગ ક્લાસમાં જઈને મુલાકાત કરી હતી. જ્યાં તેને શૈલેષ શ્રીવાસ્તવ તથા નીપુર્ણીકા શાહે જર્મની જવાના પ્રોસેસિંગ ચાર્જ પેટે 7.55 લાખ તથા હેલ્થ ઈન્શ્યોરન્સના 70 હજાર અને એર ટિકિટના 90 હજાર એમ કુલ મળીને 9.15 લાખ આપવા જણાવ્યું હતું, જે સુપ્રાતકુમારે 27 નવેમ્બર 2018થી 20 ઓક્ટોબર 2019 સુધીમાં ચૂકવી આપ્યા હતા. આ બાદ તેને બેંક ખાતામાં 8.30 રૂપિયા બેલેન્સ રાખવા પણ જણાવ્યું હતું. જોકે કોરોનાના કારણે નિયમોમાં ફેરફાર થઈ જતા આરોપીએ તમામ પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. અને ઓગસ્ટ 2020 સુધીમાં વિઝા મળી જવાની ખાતરી આપી હતી.

સંચાલકો ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા
​​​​​​​
જોકે ઓગસ્ટ મહિનો આવવા છતાં વિઝા ન મળતા ફોન કરવા પર અવાર નવાર તેમને આશ્વાસન જ આપવામાં આવતું. જેથી એપ્રિલ 2021માં સુપ્રતકુમારે અમદાવાદની ઓફિસમાં તપાસ કરતા ત્યાં તાળા વાગેલા હતા. આ બાદ ગુડગાંવની ઓફિસમાં પણ તપાસ કરતા ત્યાં પણ કોઈ નહોતું મળ્યું. જેથી દીકરા સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા રામકિશન મંગલપ્રસાદે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી રાણાદીપ ગોસલ, શૈલેષ શ્રીવાસ્તવ તથા નીપુર્ણીકા શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...