તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:લોન પ્રોસેસિંગની ફી પેટે 16 લાખ પડાવી છેતરપિંડી

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાખાણી કન્સલ્ટન્સીના 2 અધિકારી સામે ફરિયાદ
 • સોસાયટી બનાવવાની હોવાથી જમીન ગિરવે મૂકીને 4 કરોડની લોનની પ્રોસિઝર કરાવી હતી

જમીન ગિરવે મૂકીને તેની પર બેંકમાંથી 4 કરોડની લોનના બહાને લાખાણી કન્સલ્ટન્સી પ્રા.લિ.ના બે મેનેજરે પ્રોસેસિંગ ફી પેેટે લોનની રકમના 4 ટકા લેખે 16 લાખ પડાવી લોન નહીં આપી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગોતા વીર સાવસકર હાઈ્ટસમાં રહેતા બિન્દેશ આચાર્ય બાવળામાં બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય કરે છે. ધોળકા-સઈજ રોડ પર સોસાયટી બનાવવાની હોવાથી બાંધકામ માટે બિન્દેશને રૂ.4 કરોડની જરૂર હતી. દરમિયાનમાં ડિસેમ્બર 2020માં બિન્દેશભાઈના 2 મિત્ર સંદીપ અને ચિરાગે બિન્દેશને કહ્યું હતું કે બિલ્ડિંગ મટીરિયલ પર લોન લેવી હોય તો આશ્રમ રોડ સાકાર-7માં આવેલી લાખાણી કન્સલન્ટન્સી પ્રા.લી.વાળા કરાવી આપશે. ત્યાં જઈને કંપનીના ડિરેકટર આરીફ ઉર્ફે રાજુભાઈ કાસમભાઈ લાખાણી અને મેનેજર મનજીભાઈ ઉર્ફે માનસંગભાઈ ચૌધરીને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો