છેતરપિંડી:​​​​​​​પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજનામાં લોન અપાવવાના નામે એડવોકેટ પિતા-પુત્ર સાથે દોઢ લાખની ઠગાઇ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના હેઠળ15 લાખની લોન અપાવવાને બહાને ગઠિયાએ એડવોકેટ પિતા-પુત્ર પાસેથી રૂ.1.30 લાખ પડાવી લીધા હતા. ગઠિયાએ પોતાની ઓળખ માનવ અધિકાર પંચના સભ્ય તરીકે આપી હતી. .

ચાણક્યપુરી સે.-6 માં રહેતા કેતન વેરાદિયા(38)અને તેમના પિતા લક્ષ્મણભાઈ ઘીકાંટા કોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ કરે છે. કેતનકુમારે આર્થિક મંદીને કારણે લોનની જરૂર હોઇ, સરકારી યોજનામાંથી લોન માટે પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઓઢવમાં રહેતા રમાકાંત પુરણભાઈ શાહુ તેમના સંપર્કમાં આવતા રમાકાંતે કેતનને કહ્યું કે, હું જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજનાની લોન અપાવવાનું કામ કરું છું અને માનવ અધિકાર પંચમાં સભ્ય પણ છું. તેથી કેતને 15 લાખની લોન માટે રમાકાંતને વાત કરતાં રમાકાંતે જુદી જુદી પ્રોસેસ ફી પેટે તેમની પાસેથી ટુકડે ટુકડે રૂ.1.30 લાખ પડાવી લીધા હતા. નવરંગપુરામાં આવેલી રમાકાંતની ઓફિસે જઇ તપાસ કરતાં જાણવા મળ્યું કે, રમાકાંતે તો કેટલાય લોકોના પૈસાનો ફાંદો કર્યો છે. કેતનકુમારે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...