વિવિધ દેશના વર્કવિઝા પરમિટ આપવાના બહાને યુવાનો અને તેમના પરિવાર પાસેથી પૈસા પડાવવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. ઇસનપુરમાં વધુ ચાર લોકો પાસે પણ આ જ રીતે ઠગાઈ કરવામાં આવી છે. આ ચારનેે રશિયાના વર્કવિઝા પરમિટ નહીં આપી 2 જણે બોગસ વર્કવિઝા આપી રૂ.14.50 લાખની ઠગાઈ કરનારા સુરમલસિંહ સોલંકી અને બ્રિજેશ પટેલ વિરુદ્ધ ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
નારોલના કર્ણાવતીનગરમાં રહેતાં જયાબેન રાઠોડ (ઉં.40)એ ઇસનપુરમાં ઓફિસ ધરાવતા સુરમલસિંહ સોલંકી અને બ્રિજેશ પટેલને 4 લોકોના રશિયાના વર્ક પરમિટ વિઝા કાઢી આપવાનું કહેતા સુરમલસિંહ અને બ્રિજેશે જયાબેન પાસેથી 4 જણના રૂ.14.50 લાખ લઈ, મુકેશના અલ્બેનિયા દેશના અને શિવમના સાયપ્રસ દેશના ઇ-વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહ્યું હતું.
જયાબેને ચાર જણના મળી રૂ.14.50 લાખ આપી દીધા હોવા છતાં સુરમલ અને બ્રિજેશે તેમના વિઝા આપ્યા ન હોતા. ઊલટું જયાબેનને 2 જણના બોગસ વર્ક વિઝા આપી રૂપિયા પાછા આપતા ન હતા. આથી તેમણે આ બંને જણ વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.