તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ક્રેડિટકાર્ડના વેરિફિકેશનનું કહી વેપારી સાથે 1.42 લાખની ઠગાઈ, ગઠિયાએ OTP મેળવી પૈસા ઉપાડી લીધા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નારણપુરાના વેપારીની અજાણી વ્યક્તિ સામે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

નારણપુરામાં રહેતા વેપારીને ક્રેડિટકાર્ડ ઈન્સ્યોરન્સ વેરિફિકેશનના નામે ગઠિયાએ ઓટીપી નંબર મેળવી લઈને અલગ-અલગ મળી કુલ રૂ.1.42 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નારણપુરામાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા ઉદયકુમાર જયંતીલાલ શાહ(ઉં.56)પર આરબીએલ બેંકમાંથી ક્રેડિટકાર્ડ મેળવવા માટે ફોન આવ્યો હતો, તેથી તેમણે ધંધાના કામે જરૂર હોવાથી તેમણે હા પાડી હતી. ત્યારબાદ તેમને આરબીએલ બેંકનું પ્લેટિનમ ક્રેડિટકાર્ડ ઇશ્યૂ થયું હતું. જેની લિમિટ રૂ.2.50 લાખ સુધીની હતી.

આ દરમિયાન ઉદયકુમાર પર એક અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો, જેણે પોતે આરબીએલ બેંકમાંથી બોલતા હોવાની ઓળખ આપી ક્રેડિટકાર્ડ ઈશ્યૂ થયું છે તેના વેરિફિકેશન માટે ફોન કર્યો હોવાનું જણાવ્યું હતું. તેની વાત પર વિશ્વાસ કર્યા બાદ ઉદયકુમારને બેંક તરફથી વેરિફિકેશન માટે મોબાઈલ ફોનમાં ઓટીપી આવશે તેમ કહીને ઓટીપી જાણી લીધો હતો. ત્યારબાદ તેમના ખાતામાંથી અલગ-અલગ મળીને કુલ રૂ.1.42 લાખ ઓનલાઈન ઉપાડી લેવાયા હતા. આ ટ્રાન્જેક્શનની જાણ તેમને પાછળથી થઈ હતી. આ અંગે ઉદયકુમાર શાહે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...