ન્યૂ કલોથ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી:10 વેપારી સાથે 1.41 કરોડની છેતરપિંડી, બે ભાઈઓએ કાપડ ખરીદ્યા પછી પૈસા ચૂકવ્યા નહીં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વેપારીએ બાકી પૈસા માગતાં હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી

ન્યૂ કલોથ માર્કેટમાં 10 વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી વિનીતા ફેબ્રીકેશનના માલિક બે ભાઇએ રૂ.1.41 કરોડનો ચુનો લગાવ્યો છે. ઠગાઇ કરનાર બન્ને ભાઇઓ વિરુદ્ધ 9 લાખની ઠગાઇનો ભોગ બનેલા રાધેશ્યામ સીન ફેબના માલિકે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ન્યૂ કલોથ માર્કેટમાં રાધેશ્યામ સીન ફેબના માલિક વિનીત અગ્રવાલની ફરિયાદ મુજબ તેઓ કાપડનો ધંધો કરે છે. ઓગસ્ટ 2021માં તેઓ અને તેમના ભાઇ ગૌરવ અગ્રવાલ દુકાને હાજર હતાં. એ વખતે વિનીતા ફેબ્રિકેશનના માલિક વિનીતા દાધીચ અને અભિષેક દાધીચ આવ્યા હતાં. અને તેમણે કહેલું કે, અમારી બીજી શાખા તામીલનાડુમાં છે. આથી શર્ટીગ ફેબ્રીક, ગ્રે ફેબ્રીક કાપડનો જથ્થા બંધ માલ ખરીદી કરવાની છે.

કાપડની ખરીદીના રૂપિયા 30 દિવસમાં આપવાની ખાતરી આપી હતી. અને તેમણે કાપડની ખરીદી કરી સમયસર રૂપિયા ચુકવીને અગ્રવાલ બંધુઓનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેમણે અગ્રવાલ બંધુઓને રૂ.9 લાખ ચૂકવ્યા ન હતા.

બાકીના રૂ.9 લાખ માટે અગ્રવાલ બંધુએ દાધીચ બંધુઓ પાસે રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં આપતા નહોતા. અને તેમણે અગ્રવાલ બંધુઓને ધમકી આપી હતી કે, હવે તમે રૂપિયાની માંગણી ના કરતા નહીં તો તમારા હાથપગ તોડી નાંખીશું. તમારા માર્કેટમાં ઘણા બધા વેપારીઓના રૂપિયા બાકી છે. આથી અગ્રવાલ બંધુઓએ માર્કેટમાં તપાસ કરતા 10 વેપારીના આ ભાઇઓએ રૂ.1.41 કરોડની ઠગાઇ કરી છે.

અન્ય સમાચારો પણ છે...