ઠગાઈ:બાપુનગરના વેપારી સાથે માસ્કનું રો મટીરિયલ સપ્લાય કરવાના નામે 11 લાખની ઠગાઈ, ગૂગલ પરથી કંપની શોધી હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીએ પૈસા ટ્રાન્સફર કર્યા છતાં માલ મોકલ્યો નહીં

બાપુનગરમાં માસ્ક બનાવવાની ફેકટરી ધરાવતા વેપારીએ માસ્કનું રો મટીરિયલ મેળવવા માટે ગૂગલ પરથી રો મટીરિયલ સપ્લાય કરતી એક કંપનીનો સંપર્ક કર્યો હતો. આ કંપની ઓર્ડર આપી તેના એડવાન્સ પેટે રૂ. 11.20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે સામેવાળી કંપનીએ માલ ન મોકલી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

તરંગ સાવલિયા બાકરોલ ખાતે હેત્વી મેડિટેકસ નામની કંપની ધરાવી માસ્કનું મેન્યુફેકચરિંગ અને સપ્લાયનું કામકાજ કરે છે. તેમને રો મટીરિયલની જરૂરીયાત હોવાથી ગૂગલ પરથી સ્ટાર રેટિંગવાળી ફાયબરવેબ ઈન્ડિયા લી. નામની કંપની જોઈ હતી. વેબસાઈટ પરથી માહિતી મેળવી તેમણે કંપનીના નંબર પર ફોન કરતા મુકેશ પંડયા નામના સેલ્સ ઓફિસરે સાથે વાત કરી એક ટન રો મટીરિયલ ખરીદવા 11. 20 લાખ એનઈએફટી મારફતે મોકલી આપ્યા હતા.બીજા દિવસે મુકેશે કહ્યું હતું કે મને પૈસા મળ્યા નથી. આમ પૈસા લઈને રો મટીરિયલ નહીં મોકલતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગૂગલ પર સર્ચ કરતી વખતે સાવધાની જરૂરી
આજના યુગમાં કોઈને પણ માહિતી મેળવવી હોય તો તે ગૂગલમાં સર્ચ કરે છે, જેને સારી પેઠે જાણતા સાયબર ગઠીયાએ ગૂગલ પર ટાંપીને બેઠા હોય છે અને જે તે કંપનીના જેવા જ નંબર ધરાવી કંપનીમાંથી બોલતા હોવાનો ડોળ કરી લોકોની સાથે છેતરપિંડી કરતા હોય છે. આ તબકકે નાગરીકોએ ગૂગલ સર્ચ કરતી વખતે ખાસ કરીને આર્થિક વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...