તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્ક ફ્રોડનો પર્દાફાશ:અમદાવાદમાં સ્ટીલ કનેક્ટ પ્રા.લિના ડિરેક્ટર્સની બેંક ઓફ બરોડા સાથે 101 કરોડ રૂપિયાની છેતરપિંડી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 2016થી 2019ના ગાળામાં તેમણે બૅન્ક સાથે આ છેતરપિંડી કરી, સપ્ટેમ્બર 2020માં આ ફ્રોડની જાણકારી મળી

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ નજીક અને એલિસબ્રિજ વિસ્તારમાં મીઠાખળી છ રસ્તા પર સમ્પદા બિલ્ડિંગમાં ઑફિસ ધરાવતી મેસર્સ કોનેક્ટ - ઇન્ડિયા પ્રાઈવેલ લિમિટેડના ડિરેક્ટર્સ વરૂણ વિજય ગુપ્તા અને વિવેક વિજય ગુપ્તાએ અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી બૅન્ક ઑફ બરોડાની કોર્પોરેટ બ્રાન્ચ સાથે રૂા. 100 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ CBI-સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ફાઈલ કરવામાં આવી છે. નેશનલાઇઝડ બેન્ક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.

હોદ્દાનો દુરૂપયોગ કરીને બૅન્ક સાથે રૂા. 100.79 કરોડની છેતરપિંડી કરી
CBIની ગાંધીનગર ઑફિસ દ્વારા 22મી ડિસેમ્બરે ફાઈલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટીલ કોનેક્ટ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર્સ વરૂણ વિજય ગુપ્તા અને વિવેક વિજય ગુપ્તાએ તેમના હોદ્દાનો દુરૂપયોગ કરીને બૅન્ક સાથે રૂા. 100.79 કરોડની છેતરપિંડી કરી છે. 2016થી 2019ના ગાળામાં તેમણે બૅન્ક સાથે આ છેતરપિંડી કરી છે.સપ્ટેમ્બર 2020માં આ ફ્રોડની જાણકારી મળી હતી.

20 લાખની ખોટી બૅન્ક ગેરેન્ટી પણ આપી
બૅન્કનો ખોટો લાભ મેળવવા માટે તેમણે રૂા. 20 લાખની ખોટી બૅન્ક ગેરેન્ટી પણ આપી છે. ખોટી બૅન્ક ગેરન્ટી આપીને પણ તેમણે બૅન્કને નુકસાન કરાવ્યું છે. કંપની સ્ટીલ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા માગતી હતી. કંપની સ્પાઈરલ આકારમાં વેલ્ડિંગ થયેલા પાઈપ્સ બનાવવા માગતી હતી. 406 એમએમના પાઈપ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ કંપનીએ નાખ્યો હતો. કંપનીની બૅન્ક ઑફ બરોડાએ રૂા. 94 કરોડનું મુદતી ધિરાણ આપવા ઉપરાંત 13 કરોડની એનએફબી લિમિટ પણ આપી હતી. કંપનીનો માસિક ખર્ચ રૂા. 2થી 3 કરોડનો છે. તેની સામે તેની આવક સ્થિર ન હોવાનું જોવા મળ્યું છે. તેથી કંપની તેના હપ્તા ચૂકવી શકી નથી. પરિણામે કંપની સામે બૅન્ક દ્વારા રિકવરીની કાર્યાવાહી ચાલુ થઈ છે.

રહેઠાણ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યું
કંપનીની માલિકીના હાથીજણ ખાતેના રૂા. 23 કરોડના મૂલ્યના પ્રોટ્સ, 14.10 કરોડની કિંમતનો પ્લાન્ટ, દિવ્યા ગુપ્તાની માલિકીના પેરેડાઈઝ પાર્કના ત્રણ ફ્લેટ, વરૂણની માલિકીના પેરેડાઈઝ પાર્કના બે ફ્લેટ, દિવ્યાની માલિકીના વિઝોલની શ્રી હરિ સોસાયટીમાંના ત્રણ રહેઠાણો, ભોગ્યલક્ષી કોઓપરેટીવ હાઉસિંસ સોસાયટી - વિંઝોલનું રહેઠાણ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યું છે. વેજલપુરમાં હેવન માર્ક આવેલો બંગલો, કપડવંજની શિલ્પા કોઓપરેટીવ હાઉસિંસ સોસાયટીમાં આવેલો બંગલો સિક્યોરીટી તરીક લેવામાં આવ્યો હતો. સિક્ટોરિટી તરીકે મૂકવામાં આવેલી મિલકતમાંથી એક મિલકત તેમણે વેચી મારી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. બૅન્ક ઑફ બરોડા સિવાય અન્ય કોઈ બૅન્કે તેમની વિરૂદ્ધ ફરિયાદ કરી જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો