રખિયાલના વેપારીને મિનરલ હાઈડ્રોકાર્બન ઓઇલ સપ્લાય કરવાના બહાને મુંબઈની કંપનીના ડિરેક્ટરે 10 લાખ એડવાન્સમાં જમા કરાવી ઓર્ડર મુજબ ઓઈલનો જથ્થો ન આપી છેતરપિંડી કરતા વેપારીએ આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઓઢવમાં રહેતા અને ઓઇલના વેપાર સાથે સંકળાયેલા સુરેશભાઈ વર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મુંબઈની સેમ એન્ટરપ્રાઇઝ પ્રા.લિમિટેડના ડિરેક્ટર શરદ સિંઘાનિયા પાસેથી મિનરલ હાઈડ્રોકાર્બન ઓઇલ ખરીદવા બાબતે ઓળખાણ થતાં તેમની સાથે અવારનવાર તેમણે વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન ગત 26 જૂનથી 9 ઓગસ્ટ સુધીના સમયગાળામાં શરદ સિંઘાનિયા પાસેથી મિનરલ હાઈડ્રોકાર્બન ઓઇલ ખરીદવાનો ઓર્ડર કરતા તેમણે એડવાન્સ પૈસા જમા કરાવવાનું કહેતાં તેઓની કંપનીના બેંક ખાતામાં ઓનલાઇન આરટીજીએસથી 10 લાખ જમા કરાવ્યા હતા. જોકે ઓર્ડર મુજબ ઓઇલનો જથ્થો ન આપી કે એડવાન્સ જમા કરાવેલા રૂપિયા પરત ન આપી તેમની સાથે શરદ સિંઘાનિયાએ છેતરપિંડી કરી હતી. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.