છેતરપિંડી / પેટીએમ KYC અપડેટના બહાને વકીલ સાથે 10 લાખની, ડોક્ટર સાથે 1.35 લાખની ઠગાઈ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • બોડકદેવના વકીલની બેંકની ડિટેઇલ મેળવી ગઠિયાએ પૈસા ઉપાડી લીધા
  • ડોક્ટરને ‘ક્વિક સપોર્ટ’ એપ ડાઉનલોડ કરાવ્યા બાદ ખાતામાંથી પૈસા ઉપડી ગયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

અમદાવાદ. બોડકદેવમાં રહેતા વકીલને પેટીએમ કેવાયસી અપડેટ કરવાના નામે વિશ્વાસમાં લઈ તેમના ક્રેડિટ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટમાંથી મળી કુલ 10 લાખથી વધુ કિંમતની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે વકીલે સાઈબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બોડકદેવના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા અને એસજી હાઈવે પર ઓફિસ ધરાવી વકીલાત કરતા ધવલ નાણાવટીના મોબાઈલ ઉપર ગત 18 મી મેના રોજ મેસેજ આવ્યો હતો, જેમાં તેમને કેવાયસી ડોક્યુમેન્ટ અપડેટ કરવાનું જણાવી તેમનું એકાઉન્ટ એક્સપાયર્ડ થઈ ગયાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ ધવલભાઇ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોતાનું નામ દીપક શર્મા કહ્યું અને તે પેટીએમમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આ દીપક શર્મા નામના શખસે કેવાયસી અપડેટ કરવાના નામે ધવલભાઈને વિશ્વાસમાં લઈ તેમનો ક્રેડિટ કાર્ડ નંબર તેમજ પિન નંબર મેળવી લીધો હતો અને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી તેમના ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય બેંક એકાઉન્ટમાંથી મળી કુલ 10 લાખથી વધુ રકમની ઉઠાંતરી કરી લીધી હતી. આ અંગે  ધવલભાઇએ સાઈબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રિફંડ મળશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા
ધવલભાઈ નાણાવટીના ક્રેડિટ કાર્ડમાંથી શરૂઆતમાં રૂ.9499ની રકમ ઉપાડી લીધા બાદ આ અંગે તેમને એમ કહી વિશ્વાસમાં લીધા હતા કે હમણાં તમારા એકાઉન્ટમાંથી ગયેલા પૈસા એકાઉન્ટમાં પરત આ‌વી જશે. ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 10 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી